Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

પ્રવાસથી પરત આવેલી પટેલ ટ્રાવેલ્‍સની બસના મોટી બાણુગારના ડ્રાઇવર-કલીનર દારૂ સાથે ઝડપાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૩: જીલ્લામાં દારૂની બદી સદંતર નાબુદ કરવા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુ ઈ/ચા ના.પો.અધી. જે.એસ.ચાવડાની સુચના અને પોલોસ ઇન્‍સપેકટરશ્રી કે જે ભોયેના માર્ગદર્શન મુજબ પો.સબ ઈન્‍સ. સી.એમ.કાટેલીયા સર્વેલન્‍સ સ્‍કોર્ડના માણસો સાથે ગુલાબનગર ચેક પોસ્‍ટ ખાતે વાહન ચેકીંગમા હતા તે દરમ્‍યાન સર્વેલન્‍સ સ્‍ટાફના માણસોને ચોકકસ બાતમી મળેલ કે પટેલ ટ્રાવેલ્‍સની બસ જેના નં.જીજે/૦૩/વાય/૦૮૯૯ ના છે તે ટુરમાં ગયેલ હતી અને પરત આવે છે અને તેનો ડ્રાઈવર, કલીનર ઈગ્‍લીશ દારુનો જથ્‍થો પોતાની સાથે લઈને આવે છે જેથી હકીકત વાળી બસની વોચમા હતા.

દરમ્‍યાન ગુલાબનગર ચેક પોસ્‍ટ પાસે બસ આવતા તેને ચેક કરતા બસ માલીક કમ ડ્રાઈવર (૧) અશોકભાઈ હરખાભાઈ વાસઝારીયા પટેલ ઉ.વ.૫૨, ધંધો ડ્રાઈવીંગ તથા બસ માલીક રહે પ્‍લોટ વિસ્‍તાર, મોટી બાણુગાર, તથા કલીનર (૨) રજનીકાંત લક્ષમણદાસ નંદાસણા પટેલ ઉવ.૨૯ ધધો કલીનર રહે. નવા પ્‍લોટ, મોટી બાણુગાર, વાળાના કબ્‍જામાથી વિદેશી દારૂની બોટલો નંગ ૧૭ કિ.રૂ.૮,૫૦૦/- તથા બીયરના ટીન નંગ ૬ કી. રૂ. ૯૦૦ મળી કુલ રુ ૯,૪૦૦ તથા ટ્રાવેલ્‍સની બસ નં.જીજે/૦૩/વાય/૦૮૯૯ કી રૂ.૫,૦૦,૦૦૦ મળી ફુલ રૂ.૫,૦૯,૪૦૦ના મુદામાલ સાથે પકડી પાડેલ છે અને જેના વિરૂધ્‍ધ ધોરણસર થવા પો.કોન્‍સ. સંજયભાઈ પરમારે ફરીયાદ આપેલ છે અને પો. હેડ કોન્‍સ કે.પે.સોઢાએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કામગીરી પોલીસ ઈન્‍સ. કે.જે.ભોયે તથા સર્વેલન્‍સ સ્‍કોર્ડના પો.સબ ઇન્‍સ. સી.એમ.કાટેલીયા તથા એ.એસ.આઈ. હિતેશભાઇ એમ.ચાવડા તથા પો.હેડ કોન્‍સ. રવીરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ સોઢા, રાજેશભાઈ વેગડ, મુકેશસિંહ રાણા તથા પો.કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, હરદીપભાઇ બારડ, સંજયભાઈ પરમાર, યુવરાજસિંહ જાડેજા, મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(2:45 pm IST)