Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

સેલ્‍ફી લેવા જતા પોરબંદર નજીક પરિવાર દરિયામાં તણાયોઃ બાળક લાપતા

કુછડી ગામ પાસે જામનગરના પરિવારના માતા-પિતા-પુત્રીનો ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાછ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૩: પોરબંદર નજીકના કુછડી ગામ પાસે દરિયામા સેલ્‍ફી લેવા જતા એક બાળક લાપતા થયુ છે જયારે માતા-પિતા અને પુત્રીનો બચાવ થયો છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ પોરબંદરના કુછડી ગામ પાસે કિલેશ્‍વરના દરિયા કિનારે જામનગરના પરિવારના સભ્‍યો પાણીમા તણાયા હતા. જો કે માતા-પિતા અને પુત્રીનો બચાવ થયો હતો. જો કે ૭ વર્ષના ધ્રુવ ત્રિવેદી પાણીમાં લાપતા થતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

જામનગરના ત્રિવેદી પરિવારના સભ્‍યો પોરબંદર તેમના ભાઇને ત્‍યાં આવ્‍યા હતા અને ત્‍યાંથી કુછડી દરિયા કિનારે ગયા હતા જયા સેલ્‍ફી લેવા જતા ૨ મહિલા સહિત પરિવારના સભ્‍યો તણાવા લાગ્‍યા હતા અને બીજી  મોજુ આવતા તેનો બચાવ થયો હતો. ફાયરબ્રિગેડની ટીમે પણ આ લોકોને બચાવી લીધા હતા. જયારે ૭ વર્ષનો બાળક લાપતા થતા તેની શોધખોળ ચાલુ છે.

કિલેશ્‍વર મહાદેવ મંદિર દ્વારા દરિયા કિનારે ન આવવા માટે પ્રવાસીઓને અપીલ કરાઇ છે.

(4:18 pm IST)