Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

વિરપુરના પીઠડીયામાં ૩ મહિલા સહિત ૧૦ જુગાર રમતા પકડાયાઃ એલસીબીનો દરોડો

રાજકોટ તા.૧૩ : વિરપુરના પીઠડીયા ગામે રૂરલ ક્રાઇમ બ્રાંચે રેઇડ કરી જુગાર રમતી ત્રણ મહિલા સહિત દસને ઝડપી લીધા હતા.

જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર દ્વારા જિલ્લામાં પ્રોહી જુગારની અસામાજીક પ્રવૃતી કરનાર ઇસમો સામે કાર્યવાહી કરવા આપેલ  સુચના અન્‍વયે એલ.સી.બી. પોલીસ ઇન્‍સપેકટર વી.વી.ઓડેદરા તથા પો.સ.ઇ.એસ.જે.રાણા સહિતનો સ્‍ટાફ પેટ્રોલીંગમા હતા ત્‍યારે એલ.સી.બી. સ્‍ટાફના પો.હેડકોન્‍સ. નીલેષભાઇ ડાંગર તથા પો.કોન્‍સ દિવ્‍યેશભાઇ સુવાને મળેલ બાતમી આધારે વીરપુરના પીઠડીયા ગામે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) ગોપાલ નાનુભાઇ કોરાટ રહે. પીઠીયા ગામ, (ર) આમદ જુમાભાઇ મુસાણી રહે જીન પ્‍લોટ હનુમાન મંદિર પાસે જેતપુર, (૩) સંજય જેન્‍તીભાઇ ડાભી રહે નરસંગ ટેકરી ભાદર સામાકાંઠે જેતપુર, (૪) ઇમ્‍તીયાઝ હારૂનભાઇ ડબગર રહે ગોંડલ દરવાજા જેતપુર (પ) અશોક ખીમજીભાઇ સાગઠીયા રહે. ગોંડલ દરવાજા રામાપીરના મંદિર પાસે જેતપુર, (૬) ઉમેશ ખોડાભાઇ ગોહેલ રહે. જલારામનગર વિરપુર, (૭) સંજય ઉર્ફે કાનો મનજીભાઇ ગોહેલ રહે. જલારામ નગર વિરપુર, (૮) સોનલબેન ઉર્ફે કાળી લલીતભાઇ ચાવડા રહે. જેતપુર રામૈયાનગર વિસ્‍તાર જેતપુર, (૯) લીલાબેન ગીગાભાઇ ટારીયા રહે. જેતપુર રામૈયાનગર વિસ્‍તાર જેનપુર તથા (૧૦) રમાબેન હાસમભાઇ મોરાણી રહે. જેતપુર નવાગઢ ઇલાહી ચોક જેતપુરને રોકડા રૂા.ર૭,૮૦૦, મોમાબાઇલ તથા પ વાહનો મળી કુલ ૧.૯૪ લાખના મુદામાલ સાથે પકડી પાડી વિરપુર પોલસને હવાલે કર્યા હતા.

 આ કાર્યવાહી એસ.સી.બી.ના પો.હેડકોન્‍સ. શકિતસિંહ જાડેજા, નિલેષભાઇ ડાંગર પો.કોન્‍સ. દિવ્‍યેશભાઇ  સુવા, મેહુલભાઇ સોનરાજ, કૌશિકભાઇ જોષી ભાવેશભાઇ મકવાણા, નૈમિષભાઇ મહેતા, ડ્રા.પો.કોન્‍સ. સાહીલભાઇ ખોખર, વુ.પો.કોન્‍સ. જલ્‍પાબેન મુળીયા જેતપુર સીટી પો.સ્‍ટે.જોડાયા હતા.

(4:23 pm IST)