Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

જામનગર જિલ્લાના જામજોધપુરમાં કોંગ્રેસ દ્વારા જનચેતના આંદોલન

જામજોધપુર : જામજોધપુર શહેરમાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવ વધારા અને મોંઘવારીના સળગતા પ્રશ્ને મિનિ બસ્ટેન્ડથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા, હિરેનભાઈ ખાંટ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ જોશી સહિત અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયા હતા અને ભાજપસરકાર હાય હાયના નારા લગાવ્યા હતા. (તસ્વીર - અહેવાલ : દર્શન મકવાણા, જામજોધપુર)

(10:19 am IST)