Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

પોરબંદરમાં બેકાબુ મોંઘવારી સામે જન આક્રોશઃ કોંગ્રેસ દ્વારા સાયકલ રેલી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૩ :.. બેકાબુ મોંઘવારી સામે લોકો તોબા પોકારે છે. આ મોંઘવારીનો વિરોધ કોંગ્રેસે ઉઠાવીને સાયકલ રેલી કાઢી હતી.

વધતી જતી મોંઘવારી વિરૂધ્ધ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયાના માર્ગદર્શન હેઠળ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અને યુથ કોંગ્રેસ એનએસયુઆઇ મહિલા કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં સાયકલ અને બળદ-ગાડા ચલાવીને મોંઘવારી વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા રોજ વધતા જતા પેટ્રોલના ભાવોથી લોકો ત્રાહીમામ છે.

રાંધણ ગેસના ભાવ વધારાથી ગૃહિણીઓને ઘર ચલાવવા તથા બજેટ વેરવિખેર થઇ ગયું છે. લોકોની તકલીફોનો અવાજ સરકાર સુધી પહોંચે તે માટે આ રેલી દ્વારા સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને સાયકલ રેલી કાઢવામાં આવી હતી.

(11:28 am IST)