Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

વાંકાનેર મચ્છુ નદીના રેલ્વે બ્રીજ ઉપર ગડર

વાંકાનેર : ક્રોસીંગ ટ્રેનનો પ્રશ્ન સોલ કરવા અને ટ્રેનને ઝડપી બનાવા ઇલેકટ્રીક લાઇન નાખવામાં સુરેન્દ્રનગર સુધી ટુ લાઇન બની ગયુ છે, હવે સુરેન્દ્રનગરથી રાજકોટ સુધીમાં બીજો ટ્રેક નાખવાની કામગીરી ચાલુ છે તેમાં નદીઓ પર બ્રીજ ઝડપી બનાવા માટે પીલર આર. સી. સી. નાં બનાવી તેની પર બનાવેલા રેડીમેઇડ ર૦૦ ટનનાં હાઇકર્વાલિટીના ગડર નાખવાની કામગીરી વાંકાનેરની મચ્છુ નદી પર પુલ રેલવે દ્વારા પુર ઝડપી ચાલુ છે. અમદાવાદની ગુરૂનાનક ક્રેનવાળાની હેવી વેઇટ પ૦૦ ટનવાળી એવી બે ક્રેન મારફત ર૦૦ ટનનાં ગડર નાખવા આવી રહ્યાં છે. મચ્છુ બ્રીજ પર ટોટલ ૧૬ ગડર નાખવામાં આવશે. ખૂબ જ અત્યાધુનિક પધ્ધતીથી ગડર નાખવાનો ડ્રોન એરિયલવ્યુ અત્રે પ્રસ્તુત છે. (ડ્રોન તસ્વીર : ભાટી એન. વાંકાનેર)

(11:37 am IST)