Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ઝિંઝુવાડામાં જુગાર રમતા છ ઝડપાયા

વઢવાણ, તા.૧૩: જે અન્વયે શ્રી ડી.એમ.હોલ સાહેબની ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી હકીકત મેળવેલ કે, શાંતુભા નાનુભા ઝાલા ગામના છેવાડે લુણી વિસ્તારમાં આવેલ પોતાના મકાનમાં જુગારનો અખાડો ચલાવી નાળ ઉધરાવે છે. જેથી રેઇડ કરતા  આરોપીઓ (૧) શાંતુભા નાનુભા ઝાલા  દરબાર ઉવ.૬૭ ધંધો.મજુરી  (૨) કરમશીભાઇ છગનભાઇ લોલાડીયા દેવીપુજક ઉવ.૫૦ ધંધો. મજુરી રહે.પાટડી સંદ્યના પેટ્રોલપંપ પાછળ,ખાન સરોવર  (૩) સિધ્ધરાજસિંહ બચુભા જાલા દરબાર ઉવ.૪ર ધંધો મજુરી રહે.ઝીંઝુવાડા રસાણી પાટી તા.પાટડી (૪) ઇબ્રાહીમ ગફુરભાઇ કાજી ઉવ.૬૬ ધંધો.ડીસ કનેકશન રહે. સમી, વોરાવાડ એસબીઆઇ, બેન્ક પાસે તા.સમી જી પાટણ (૫) પીનલકુમાર ઇશ્વરભાઇ ડોડીયા નાડોદા રાજપુત ઉવ.૩ર ધંધો.ખેતી રહે.આદરીયાણા તા.પાટડી (૬) મુળજીભાઇ કલાભાઇ ચાવડા અનુજાતિ ઉવ.૩૯ ધંધો મજુરી રહે.શંખેશ્વર સરકારી દવાખાનાની બાજુમાં તા.શંખેશ્વર જી.પાટણ વાળાઓને રૂ.૪૧,૬૨૦/ મોબાઇલ નંગ-૬ કી.રૂ.૨૬,૦૦૦/- તથા ફોરવ્હીલ કાર નંગ-૩ કિ.રૂ.૮,૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૯,૧૭,૬૨૦/ ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ તેમજ આરોપી બેચરજી બચુજી ઠાકોર રહે. શંખેશ્વર ખળાવાડ, હાઇવે રોડ ઉપર તા.શંખેશ્વર જી.પાટણ વાળો નાશી જઇ ગુન્હો કરેલ હોય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટરશ્રી ડી.એમ.ઢોલ, તથા પો.સબ.ઇન્સ.શ્રી વી.આર.જાડેજા તથા એ.એસ.આઇ. એન.ડી.ચુડાસમા તથા જુવાનસિંહ મનુભા તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા પો.હેડ.કોન્સ હિતેષભાઇ જેસીંગભાઇ તથા પો.કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા તથા દિલીપભાઇ ભુપતભાઇ તથા કુલદીપસિંહ હરપાલસિંહ તથા સંજયભાઇ પ્રવીણભાઇ તથા ગોવીંદભાઇ આલાભાઇ તથા અનિરૂધ્ધસિંહ ભરતસિંહ એ રીતેની ટીમ દ્વારા કેસ શોધી કાઢેલ છે.

(11:44 am IST)