Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

વાદળા યથાવત : નખત્રાણા - રાણપુર - ગોંડલમાં ૧ ઇંચ

બંદરો ઉપર ૩ નંબરના સિગ્નલ યથાવત : સમયસર વરસાદથી મુરઝાતી મોલાતને ફાયદો : સવારે વેરાવળમાં અડધો ઇંચ : સૂત્રાપાડા, કેશોદ, જુનાગઢ, જસદણમાં ઝાપટા

પ્રથમ તસ્વીરમાં રાત્રીના ગોંડલમાં વરસેલ વરસાદ, બીજી તસ્વીરમાં નવાગામ - કાલાવડમાં વરસાદ, ત્રીજી તસ્વીરમાં પીપાવાવ બંદરે ૩ નંબરનું સિગ્નલ તથા ચોથી તસ્વીરમાં જામજોધપુરમાં વરસેલ વરસાદ નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી - ગોંડલ, હર્ષદ ખાંધેડિયા - નવાગામ, દર્શન મકવાણા - જામજોધપુર)

રાજકોટ તા. ૧૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં સાર્વત્રિક વરસાદની રાહ વચ્ચે કોઇ જગ્યાએ ભારે તો કોઇ જગ્યાએ હળવો વરસાદ વરસી જાય છે. આજે સતત ચોથા દિવસે મિશ્ર વાતાવરણ વચ્ચે રાત્રીના ઝાપટાથી માંડીને ૧ ઇંચ વરસાદ પડયો છે.

જેમાં કચ્છના નખત્રાણા, બોટાદ જિલ્લાના રાણપુર અને રાજકોટ જિલ્લાના ગોંડલમાં રાત્રીના ૧ ઇંચ વરસાદ પડયો છે.  જ્યારે સવારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં અડધો ઇંચ, સુત્રાપાડા, કેશોદ, જુનાગઢ, જસદણમાં વરસાદી ઝાપટા પડયા હતા.  બંદરો ઉપર ૩ નંબરના સિગ્નલ યથાવત છે. જ્યારે સમયસર વરસાદ પડતા મોલાતને ફાયદો થયો છે.

ગોંડલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : અસહ્ય બફારા અને ગોરંભાયેલા આકાશ વચ્ચે દિવસના હળવા ઝાપટા બાદ રાત્રે નવ કલાકે ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવો શરૂ થયો હતો અને એક ઇંચ વરસાદ વરસ્યો હતો.

નવાગામ

(હર્ષદ ખંધેડિયા દ્વારા) નવાગામ : નવાગામ સહિતના આજુબાજુના ગ્રામ્ય પંથકમાં અષાઢી બીજની મેઘરાજાની પધરામણી થઇ ગઇ હતી અને મુહૂર્ત સાચવી લઇ હાલારવાસીઓને ખુશખુશાલ કરી દીધા છે. વરસાદ થયો હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઉપરાંત ખેડૂતોએ પોતાનું વાવેતર કરી દીધું હતું, જેના ઉભા પાકને અષાઢી બીજના વરસાદથી જીવતદાન મળી ગયું છે.

રાજુલા

રાજુલા : પીપાવાવ પોર્ટમાં અને જાફરાબાદ પોર્ટ પર ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવેલ છે. દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદની આગાહીના કારણે દરિયા કિનારે આ સિગ્નલ લગાવવામાં આવેલ છે.

અગમચેતી માટે તંત્ર દ્વારા આ રીતે સિગ્નલ લગાવવામાં આવે છે. સમુદ્રમાં કરંટ અને પવનની ગતિ વધવાની પુરી શકયતાને કારણે ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવેલ છે. આમ ૩ નંબરનું સિગ્નલ સાવચેતી રૂપે લગાવવામાં આવે છે.  આ અંગે જાફરાબાદ પોર્ટ ઓફિસનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ છે કે, અહીં સિગ્નલ લગાવવાનો ટાવર પડી ગયેલ હોય જેથી અમોએ તમામ લગતા વળગતા ઓફિસને જાણ કરી દીધેલ છે.

જામજોધપુર

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર : જામજોધપુર પંથકમાં ગઇકાલે સાંજે ગાજવીજ સાથે ૨૦ મિનિટ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત ત્રીજા દિવસે વરસાદ પડતા ધરતીપુત્રો ખુશખુશાલ બન્યા છે તથા ગઇકાલનો ૧૩ મીમી વરસાદ નોંધાયો હતો.

છેલ્લા ૨૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

ગીર સોમનાથ

ઉના           ૩  મી.મી.

કોડીનાર       ૨૨   ,,

ગીરગઢડા     ૯    ,,

તાલાલા        ૭    ,,

વેરાવળ        ૭૫   ,,

સુત્રાપાડા      ૬૬   ,,

કચ્છ

અબડાસા      ૨૨ મી.મી.

નખત્રાણા      ૬૧   ,,

ભુજ            ૧૪   ,,

મુંદ્રા            ૩૫   ,,

લખપત        ૧૬   ,,

ગાંધીધામ      ૪    ,,

ભચાઉ         ૫    ,,

અમરેલી

અમરેલી       ૬  મી.મી.

ખાંભા          ૩૮   ,,

ધારી           ૧૮   ,,

બગસરા       ૭    ,,

બાબરા         ૮    ,,

લાઠી           ૨૦   ,,

લીલીયા        ૧    ,,

વડિયા         ૧૧   ,,

સાવરકુંડલા    ૧૧   ,,

પોરબંદર

પોરબંદર      ૨૧ મી.મી.

રાણાવાવ      ૩૦   ,,

કુતિયાણા      ૧૭   ,,

રાજકોટ

ઉપલેટા        ૫  મી.મી.

કોટડાસાંગાણી  ૬    ,,

ગોંડલ         ૨૮   ,,

જેતપુર        ૯    ,,

જસદણ        ૯    ,,

જામકંડોરણા   ૩    ,,

પડધરી        ૨૧   ,,

રાજકોટ        ૬    ,,

લોધીકા        ૧૮   ,,

બોટાદ

ગઢડા          ૧  મી.મી.

બોટાદ         ૨    ,,

રાણપુર        ૨૮   ,,

ભાવનગર

ઘોઘા          ૭  મી.મી.

ભાવનગર      ૧૭   ,,

સુરેન્દ્રનગર

ચોટીલા        ૩  મી.મી.

ચુડા           ૫    ,,

લીંબડી         ૧૩   ,,

મુળી           ૭    ,,

સાયલા        ૩    ,,

જામનગર

કાલાવડ       ૫  મી.મી.

જામજોધપુર   ૧૩   ,,

જામનગર      ૨    ,,

ધ્રોલ           ૯    ,,

(11:46 am IST)