Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

લાયન્સ કલબ જુનાગઢ-રૂદ્રાક્ષના હોદેદારોનો શપથવિધિ સમારંભ યોજાયો

જુનાગઢ : લાયન્સ કલબ ઇન્ટરનેશનલના હોદેદારોની હાજરીમાં લાયન્સ કલબ જુનાગઢ રૂદ્રાક્ષના હોદેદારોની શપથવિધિ સમારોહની અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ મુકતાનંદબાપુએ દિપ પ્રાગટય કરી શરૂઆત કરી હતી. ધારાસભ્ય ભીખાભાઇ જોશી, મેયર ધીરૂભાઇ ગોહેલ અને અનેક મહેમાનો ઉપસ્થિત રહયા હતા. નવા વર્ષના પ્રમુખ તરીકે યુવા ડોકટર અને વેલફેર ફિઝીયોથેરાપી કિલનિકના ઓનર ડો. ચિરાગ પાનસુરીયા અને તેની ટીમને અમરેલીથી પધારેલ ડિસ્ટ્રીકટ ગવર્નર વસંતભાઇ મોવલીયાએ પદના શપથ ગ્રહણ કરાવેલ. તેમજ પાસ્ટ ડીસ્ટ્રીકટ ગવર્નર ધીરૂભાઇ રાણપરીયાએ આ કલબના નવા જોડાયેલ ર૦ મેમ્બરોને શપથ લેવડાવેલ.

આ પ્રસંગે પાસ્ટ ડીસ્ટ્રીકટ ગવર્નર પી.સી. જોશી, રીજીયન ચેરમેન રૂપલબેન લખલાણી, ડોકટર ડી.પી.ચીખલીયા, ડો. જી.કે.ગજેરા, શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઇ શર્મા ડેપ્યુટી મેયર હિમાંશુભાઇ પંડયા, ડોકટર જે.કે.ઠેસીયા, જી.પી.કાઠી, પંડયા, જુનાગઢ શહેરની અન્ય સેવાભાવી સંસ્થાઓના પ્રમુખશ્રીઓ જુનાગઢ જિલ્લાની અન્ય લાયન્સ કલબના પ્રમુખશ્રીઓ આજના અને અનેક સામાજિક આગેવાનો લાયન પરિવાર યુવાનો બાળકો ઉપસ્થિત રહેલ. આજના દિવસે કોરોના રસીકરણ કેમ્પ ડાયાબીટીસ કેમ્સ અને મેડીકલ ઇન્સ્ટુમેન્ટનો કાયમી હુફ પ્રોજેકટના સાધનોનું ઉદઘાટન કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા લાયનપારસ પાનસુરીયા, પ્રમુખ લા. ડોકટર ચિરાગ પાનસુરીયા, સેક્રેટરી લા. પ્રતીક રાબડીયા ટ્રેઝરર લાય. અશ્વિનભાઇ ઉસદડ, લા. જીગ્નેશ પોલરા, લા. જયદીપ ખુટ, લા. રમેશભાઇ રામાણી, લા. મહેશભાઇ ઉપાધ્યાય લાયન ટીમે જહેમત ઉઠાવેલ.

(1:14 pm IST)