Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

કાલાવાડ પંથકની ઘટનાઃ બહેને મૈત્રી કરાર કરી લેતા ભાઇએ બહેન અને પ્રેમી યુવક ઉપર કરેલ હૂમલો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, ૧૩ :  કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જસ્મીન ઉર્ફે લાલો બાબુભાઈ જાદવભાઈ તાળા, ઉ.વ.રપ, રે. નવાગામ, રામ મંદિર વાળી શેરી વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, આરોપી ખોડાભાઈ જેન્તીભાઈ વઘાસીયાની બહેન સાહેદ નિશા સાથે આશરે પોણા બેએક વર્ષ પહેલા પ્રેમ સંબંધ થઈ જતા દોઢેક વર્ષ પહેલા મૈત્રી કરાર કરી બંન્ને સાથે રહેવા લાગેલ હોય જે કરેલ મૈત્રી કરારનો સંબંધ આરોપી ખોડાભાઈને કબુલ મંજુર ન હોય જેથી આરોપી ખોડાભાઈને આ બાબતે સતત ખીજ ચડતા ફરીયાદી જસ્મીન ઉર્ફે લાલા ને જાનથી મારી નાખવાના ઈરાદે મકાનમાં છરી જેવા જીવલેણ હથીયાર સાથે રાત્રીના ગેર કાયદેસર પ્રવેશ કરી સાહેદ નિશાબેનને પેટના ભાગે પાટુ મારી મુંઢ ઈજાઓ કરી તથા ફરીયાદી જસ્મીન ઉર્ફે લાલાને છાતીના ભાગે છરીનો એક ઘા મારી છરકો ઈજા કરી તથા ફરીયાદી જસ્મીન ઉર્ફે લાલા ના ઘરે સીલાય મશીન (સંચો) ઉપર પડેલ કાતરનો એક ઘા ફરીયાદી જસ્મીન ઉર્ફે લાલાને જાનથી મારી નાખવાના ઈરાદે પેટના ભાગે મારી ગંભીર જીવલેણ ઈજા કરી ફરીયાદી જસ્મીન ઉર્ફે લાલા તથા સાહેદ નીશાબેનને ગાળો બોલી ફરીયાદી જસ્મીન ઉર્ફે લાલાને જાનથી મારી નાખવાની ધમકી આપી જીવલેણ હુમલો કરી ફરીયાદી જસ્મીન ઉર્ફે લાલાને ખુન કરવાની કોશીશ કરી ગુનો કરેલ છે.

બીમારીથી કંટાળી જઈ આયખું ટુંકાવ્યું

જામનગર તાલુકાના મોરદાસના ખંભાલીડા ગામે રહેતા વનરાજસિંહ અણદુભા જાડેજા, ઉ.વ.પપ એ પંચ ભએભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, બળદેવસિંહ વનરાજસિંહ જાડેજા, ઉ.વ.રપ, રે. મોરરદાસના ખંભાલીડા ગામવાળાને માથાના ભાગે બે મહિના પહેલા ઈજા થયેલ હોય જેથી દવા ચાલુ હોય જેથી પોતાના ઘરે પંખામાં લુંગી વડે ગળાફાંસો ખાઈ જતા મૃત્યુ પામેલ છે.

જાતે પાણી પી લ્યો તેમ કહેતા માર માર્યાની રાવ

કાલાવડ પોલીસ સ્ટેશનમાં પ્રીતેશભાઈ મનસુખભાઈ નશીત, ઉ.વ.ર૩, રે. કાલાવડ કુંભનાથપરા એ ફરીયાદ નોંધાવી છે કે, મેઈન બજાર, પંકજ સાયકલ સ્ટોર પાસે જય સોમનાથ કોલ્ડ્રીંકસ નામની દુકાનમાં ફરીયાદી પ્રીતેશભાઈ કોલ્ડ્રીંકસ વેચતા હોય આ દરમ્યાન આરોપી એઝાજ હબીબભાઈ ત્યાં આવી ફરીયાદી પ્રીતેશભાઈ પાસે પીવાનું પાણી માંગતા ફરીયાદી પ્રીતેશભાઈએ કહેલ કે ગ્રાહક છો તમે જાતે પાણી પી લ્યો આવુ કહેતા આરોપી એઝાજ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી પ્રતીશભાઈને થપડો મારી ગાળા–ગાળી કરેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

સરકારી ગાડીને નુકશાન પહોંચાડયાની રાવ

પંચ એ પોલીસ સ્ટેશનમાં કિરીટસિંહ હાલાજી જાડેજા, ઉ.વ.૩ર, રે. મચ્છરનગરની પાછળ, પુનીતનગર–ર જામનગરમાં  એ ફરીયાદ નોંધાવી છે કે, સપડા ગામના પાટીયા આગળ રોડ પર ફરીયાદી કિરીટસિંહ  સરકારી બોલેરો રજી.નં. જી.જે.–૧૦–જી–૦૯૮૬ પી.–એન.ઓ.–ર૬ લઈને જામનગરથી કાલાવડ જતા સપડા પાસે પહોંચેલ ત્યારે આરોપી રેનોલ્ટ કંપની ડસ્ટર ફોરવ્હીલ રજી.નં.જી.જે.–૧૦–બી.જી.–૪૪૩૬ કાલાવડ તરફથી પુર ઝડપે અને બેફીકરાઈથી ચલાવી આવી ફરીયાદી કિરીટિંસંહનો બોલેરોના આગળના ભાગે અથડાવી અકસ્માત કરી કિંમત રૂ.૭૦,૦૦૦/– જેટલુ નુકશાન કરી ગુનો કરેલ છે.

જુગાર રમતા ૯ ઝડપાયા

અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહાવિરસિંહ વનરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, વાઘેરવાડો, દાવલશા ફળી ચોકમાં જાહેરમાં આ કામના આરોપી અબ્દુલ રજાક જુમાભાઈ ગજીયા, હસન હાજીભાઈ આંબલીયા, હિતેષ રમેશભાઈ રાઠોડ, હિરેન ધીરૂભા પરી, દિનેશ ચમનભાઈ ડાભી, રે. જામનગરવાળા સ્ટ્રીટ લાઈટના અજવાળે ઘોડીપાસાના પાસા ફેકી જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી જુગાર રમતા રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૧,રપ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ચાર ફરાર થઇ ગયા

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. ધર્મેશભાઈ બટુકભાઈ મોરી એ ફરીયાદ નોંધાવી છે કે, વાલાસણ ગામ, શિવાકાંઠાની વાડી વિસ્તારમાં આવેલ વોકળાના કાંઠે ખુલ્લા પટ્ટમાં આ કામના આરોપીઓ શાંતીલાલ પ્રેમજીભાઈ ભડાણીયા, મનસુખલાલ ગાંડુભાઈ રતનપરા, પરષોતમભાઈ છગનભાઈ વૈષ્નાણી, રે. વાલાસણ ગામવાળા ગંજીપતાના પાના વડે રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૦,૧૩૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપીઓ ઘનશ્યામસિંહ અજીતસિંહ વાળા, ગીરીશભાઈ આંબાભાઈ ચૌહાણ, બાઘુભા રણજીતસિંહ વાળા ફરાર થઈ ગયેલ છે.

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાજદિપસિંહ કિશોરસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, લીમડા ચોક પાસે, જાહેર રોડ, જામજોધપુરમાં આ કામના આરોપી ગુલાબભાઈ બાવાભાઈ વ્યાસ, રે. જામજોધપુરવાળો જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી લખાવી નશીબ આધારીત જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.ર૪૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી ધર્મેશભાઈ ઉર્ફે કાનો અશ્વિનભાઈ મણવર ફરાર થઈ ગયેલ છે.

પીઠડ ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

જોડીયા પોલીસ સ્ટેશનમાં અજયભાઈ મગનભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, પીઠળ ગામે આ કામના આરોપીઓ લાલુભા નાનભા જાડેજા, અજીતસિંહ હરૂભા જાડેજા, વિજયસિંહ મોમયનભા જાડેજા, દિગ્વીજયસિંહ વેરુભા જાડેજા, રે. પીઠડ ગામ વાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂપિયા ૧ર૧પ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:17 pm IST)