Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

જામનગર ભરવાડ સમાજનું ગૌરવઃ મોનલભાઈ વકાતર ઈન્ટરનેશનલ કબડ્ડીમાં પસંદગી

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૩ :. જામનગરના મોનલભાઈ ભરતભાઈ વકાતરની ઈન્ટરનેશનલ કબડ્ડીની રમતમાં ભારત દેશ વતી સોવિયત રશિયા ખાતે પસંદગી થઈ છે. મોનલભાઈએ અથાગ મહેનત કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે અને તેમનુ સિલેકશનથી સમસ્ત ભરવાડ સમાજ અને વકાતર પરીવારનું ગૌરવ વધેલ છે. તેઓ ૨૫ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન રશિયામાં કબડ્ડી રમવા જશે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(1:19 pm IST)