Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

સોમનાથ પ્રભાસપાટણઃ મુખ્ય બજારમાં મોટરસાઈકલ ભટકાતા અથડામણમાં ર૦ થી વધારે અજાણ્યા શખ્સો સામે ફરીયાદ

પ્રભાસપાટણ પોલીસ છાવણીમાં ફેરવાયું: અજંપાભર્યો માહોલ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૩: સોમનાથ પ્રભાસપાટણ મુખ્ય બજાર દુધપીઠ પાસે તા.૧ર ના રોજ રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં મોટરસાઈકલ ભટકાવવાના મુદે બોલાચાલી થયેલ હતી વાતાવરણ ઉગ્ર બનેલ હતું પથ્થરમારો થયેલ હતો તેમજ બનાવ ના સ્થળે બે મોટરસાઈકલ ને ભાંગી નાખી હતી તેમજ દુકાનો તોડફોડ કરાઈ હતી મોડીરાત્રે પોલીસે સાત શખ્સો સહીત ર૦ અજાણ્યા માણસો સામે રાયોટીગ સહીતનો ગુનો દાખલ કરેલ છે આ બનાવ બનતા પ્રભાસપાટણ પોલીસ છાવણી માં ફેરવાયું છે સંવેદનશીલ વિસ્તારમંા પોલીસ રાઉન્ડ ધ કલોક પેટ્રોલીગ કરી રહેલ છે અજંપા ભર્યો માહોલ છવાયેલ છે.

મોડીરાત્રે પોલીસે પટણી મુસ્તાક ઉર્ફે વસીદ નુરમહમદ ઉ.૩૦ રહે.મલેક વાડા ની ફરીયાદ નોધેલ હતી તેમાં આરોપી પરેશ સરમણ, રમેશ પકોડાવાળો, વાસુ બામણીયા, પીઠા કરીયાણા ની દુકાનવાળો, અશોક રામ વાજા, કીશન ભોજા, વિશાલ પાડો તેમજ અજાણ્યા ર૦થી વધારે શખ્સો ના ટોળાએ રાત્રે ૧૦ વાગ્યે નમાઝ પઢી ઘરે જતો ત્યારે એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી મન દુઃખ રાખી લોખંડના પંચ, લોખંડના પાઈપ, લાકડાના ધોકાથી મારમારી બિભત્સ શબ્દો બોલી કપડા ફાડી નાખી મોટરસાઈકલને ભાંગી નાખી દુકાનોમાં તોડફોડ કરેલ તેથી પોલીસે રાયોટીગ સહીતનો ગુનો નોધી તપાસ હાથ ધરેલ છે.

પ્રભાસપાટપ પી.આઈ એન.એમ.આહીરે જણાવેલ હતું કે રાત્રે ૧૦ વાગ્યે દુધપીઠ મુખ્ય બજાર માં મોટરસાઈકલ ભટકાવાવ ના મુદે વાતાવરણ ઉગ્ર બનેલ હતું સામસામા આવી ગયેલ હતા પોલીસ સમયસર પહોચી ગયેલ હતી જેથી મામલો થાણે પાડેલ હતો સવાર થી દુકાનો રાબેતા મુજબ ખુલ્લી ગયેલ છે જનજીવન પુર્વવંત છે સંવેદનશીલ વિસ્તાર સહીત અનેક વિસ્તારોમાં પોલીસ નો બંદોબસ્ત ગોઠવી દીધેલ છે વાહનો મારફત રાઉન્ડ ધ કલોક પેટ્રોલીગ ચાલુ કરાયેલ છે.

તાજેતરમાં વેરાવળ,નવા બંદર મા પણ મોટાપાયે જુથઅથડામણ થઈ હતી સોમનાથ પ્રભાસપાટણ વિસ્તારમાં આ બનાવ બનતા ગીર સોમનાથ જીલ્લામાં અશાંતિ ભર્યા માહોલ કોઈ સર્જે છે તેની ગૃહ વિભાગ તરફથી ગંભીરતા થી તપાસ થવી જોઈએ અને આની પાછળ જે કોઈપણ હોય તેને આકરી સજા કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

(1:21 pm IST)