Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

મજુરોના વેશમાં ભાગ્યા રાખી રેકી કરી રાત્રીના ચોરી કરતી ૮ ઇસમોની ગેંગ મોટી મોણપરી ગામેથી ઝડપાઇ ગઇ

જુનાગઢ તા. ૧૩ :.. વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામની સીમમાં આવેલ ખેતરોમાંથી લસણ તથા તલની બોરીની ચોરી થયેલ. જે અંગે વિસાવદર પો. સ્ટે. ગુ. ર. નં. ૧૧ર૦૩૦૭૦ર૧૦૧પ૧-ર૦ર૧ ઇપીકો કલમ ૪પ૪, ૪પ૭, ૩૮૦ મુજબનો ગુનો તા. ૧૭-પ-ર૧ ના રોજ જાહેર થયેલ. તેમજ વિસાવદર પો. સ્ટે. ગુ. ર. નં. ૧૧ર૦૩૦૭૦ર૧૦ર૪૦, ર૦ર૧ ઇપીકો કલમ ૪પ૪, ૪પ૭, ૩૮૦ મુજબનો ગુનો તા. ૬-૭-ર૧ ના રોજ જાહેર થયેલ. આ ગુન્હાના સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા બનાવ સ્થળની નજીકના સીસી ટીવી ફુટેજ તથા ટેકનીકલ સેલની મદદથી સતત પ્રયત્ન ચાલુ હતાં. દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢના પો. હેડ કોન્સ. વિક્રમભાઇ ચાવડા, પો. કોન્સ. સાહિલભાઇ સમા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ સોલંકી, જયદીપભાઇ કનેશીયાને હકિકત મળેલ કે, ઉપરોકત બન્ને ચોરીઓમાં સંડોવાયેલ ઇસમો વિસાવદર પો. સ્ટે. ને આગળની કાર્યવાહી અર્થે સોંપી આપેલ.

જેમાં (૧) રમેશ ઉર્ફે ડાફડી કાંતીભાઇ બચુભાઇ પરમાર દે. પૂ. ઉ.વ.૩૦ રહે. હાલ ઇશ્વરીયા ગામ, નાગજીભાઇ રણછોડભાઇ કાનાણીની વાડીએ મુળગામ હડમતીયા ગીર, સીમ વિસ્તારના તાલાળા (ર) જીતુભાઇ ભુરાભાઇ ભાણાભાઇ સોલંકી દે. પૂ. ઉ.વ.ર૮ રહે. હાલ પીયાવા ગામ, મનુભાઇ, પાસાણીની વાડીએ તા. વિસાવદર મુળ ગામ વેરાવળ કામનાથ ચોક, ભાલકા રોડ, રેલ્વે પાટા નજીક, કામનથ સોસાયટી (૩) વિનુ ઉર્ફે દિપો દુર્લભભાઇ નાનજીભાઇ સોલંકી દે. પૂ. ઉ.વ.૩૦ રહે. જાંબુડીગીર, (૪) દિપક ઉર્ફે દીપો દુર્લભાઇ  નાનજીભાઇ સોલંકી દે. પૂ. ઉ.વ.૩૦ રહે. જાંબુડીગીર (પ) રમેશભાઇ ઘુઘાભાઇ મીઠાપરા દેવીપૂજક ઉ.પ૦ રહે. હાલ, મોટી મોણપરી ગામ, આંબાજળના કાંઠે. સરસઇના રસ્તે નાગજી રણછોડ કાનાણીની વાડીએ મુળગામ કાલરસારી ગામ, મફતીયાપરા, (૬) લાલો રમેશભાઇ ઘુઘાભાઇ મીઠાપરા દેવીપૂજક ઉ.ર૦ રહે. હાલ મોટી મોણપરી ગામ, આંબાજળના કાંઠે., સરસઇના રસ્તે, નાગજી રણછોડ કાનાણીની વાડીએ મુળગામ, કાલસારી ગામ, મફતીયાપરા, (૭) મનસુખભાઇ દુર્લભભાઇ નાનજીભાઇ સોલંકી દે. પૂ. ઉ.વ.૪૮ રહે. જાંબુડીગીર (૮) વિજય રમેશભાઇ પ્રેમજીભાઇ ચુડાસમા દે. પુ. ઉ.વ.ર૦ રહે. જાંબુડીગીર પાસેથી લસણના બાંચકા નંગ ર૧ મણ આશરે ૬૦ થી ૭૦ મણ કિ. રૂ. ૪ર,૦૦૦ તલ વેચી નાખેલ જેના રીકવર કરેલ રોકડા રૂ. ૧,૧૦,૦૦૦ ચોરીમાં ઉપયોગ કરેલ છકડો રીક્ષા નં. ૩, કિ. રૂ. ર,૦૦,૦૦૦, ચોરીમાં ઉપયોગ કરેલ મો. સા. ૩ કિ. રૂ. ૮૦,૦૦૦ મો. ફોન નંગ ૪, કિ. રૂ. ૧પ,પ૦૦, મળી કુલ કિ. રૂ. ૪,૪૭,પ૦૦ નો મુદામાલ કબ્જે કર્યો છે.

આ કામના આરોપીઓ તાલુકા વિસ્તારમાં ભાગ્યા રાખી દિવસ દરમ્યાન ખેત મજૂરી કરી આજુબાજુમાં રેકી કરી રાત્રીના સમયે વાહનોના ઉપયોગ કરી ખેતરોમાં પડેલ ઉતારેલ પાકો ભરી જઇ અન્ય જગ્યાએ વ્હેંચી નાખી ગુન્હો આચરે છે.

આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચના ઇ.ચા. પો. ઇન્સ. એચ. આઇ. ભાટી તથા પો. સ. ઇ. ડી. જી. બડવા, ડી. એમ. જલુ તથા એએસઆઇ વિજયભાઇ બડવા, પો. હેડ કોન્સ. યશપાલસિંહ જાડેજા, વિક્રમભાઇ ચાવડા, શબીરખાન બેલીમ, જીતેષ એચ. મારૂ, નિકુલ એમ. પટેલ તથા પો. કોન્સ. દિપકભાઇ બડવા, સાહિલભાઇ સમા, ભરતભાઇ સોનારા, દિવ્યેશકુમાર ડાભી, જયદિપભાઇ કનેરીયા, ભરતભાઇ સોલંકી, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ ઓડેદરા, મયુરભાઇ કોડીયાતર તથા ડ્રા. પો. કોન્સ. જગદીશભાઇ ભાટુ, મુકેશભાઇ કોડીયાતર વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી કરવામાં આવેલ.

(1:24 pm IST)