Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

વેરાવળ-સોમનાથમાં ૪ કલાકમાં ૫ ઇંચ વરસાદ

નિચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાઃ સુત્રાપાડામાં પોણો ઇંચઃ માંગરોળમાં દોઢ ઇંચઃ જેતપુરમાં અડધો ઇંચ

વેરાવળમાં આજે સવારથી બપોર સુધીમાં પ ઇંચ વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે(તસ્વીરઃ દિપક કક્કડ -વેરાવળ)

રાજકોટ, તા.૧૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં મેઘાવી માહોલ સાથે આજે ગીર સોમનાથ જીલ્લાના વેરાવળમાં પાંચ ઇંચ વરસાદ ખાબકયો હતો. જયારે અન્યત્ર ઝાપટાથી દોઢ ઇંચ વરસાદ પડયો હતો.

વેરાવળ

વેરાવળ સોમનાથમાં વ્હેલી સવારે ભારે વરસાદ શરૂ થયેલ હતો ચાર કલાક માં પાંચ ઈચ વરસાદ પડી જતા ચારેય બાજુ પાણી ભરાઈ ગયેલ હતા આ વરસાદથી મુખ્ય બજારો પણ મોડી ખુલેલ હતી તેમજ રાહદારીઓ વાહન ચાલકોને પણ આવક જાવક માં ખુબજ મુશ્કેલી થયેલ હતી.

  વેરાવળ સોમનાથ વિસ્તારમાં વ્હેલીસવારે ૬ વાગ્યા થી ભારે વરસાદશરૂ થયેલ હતો ૧૦ વાગ્યા સુધી માં ૧ર૬ મીલીમીટર પાંચ ઈચ વરસાદ પડેલ હતો આ વરસાદ થી વેરાવળ ના મુખ્યરોડ બસ સ્ટેન્ડ,નગરપાલિકા,રાજેન્દ્ર ભુવન રોડ,સુભાષ રોડ,સટા બજાર,ગાંધીરોડ,તપેવશ્ર મંદિર રોડ તેમજ અનેક સોસાયટી વિસ્તારોમાં વરસાદ ના પાણી ભરાતા રાહદારીઓ,વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠેલ હતા.

પ્રભાસપાટણ સાઈન કોલોની,લખાતવાડી,ગુલાબનગર,શાંતિનગર,દ્રારકેશ પાર્ક માં પણ જોરદાર પાણી ભરાઈ જતા અનેક ધરોમાં પાણી ધુસી ગયેલ હતા આ વિસ્તારમાં રહેતા હજારો લોકો નિકળી શકે તેવી પણ જગ્યા મળેલ નોતી નગરસેવક ફાતમાબાઈ મહમદફારૂકભાઈ કાલવાણીયા એ જણાવેલ હતું કે વરસાદ પહેલા સાફ સફાઈ થવી જોઈએ તે થયેલ નથી અનેક વખત લેખીત માં આપેલ છે પણ કોઈ કામગીરી થયેલ નથી કાગળ ઉપર લાખો રૂપીયાનો વહીવટ થઈ ગયેલ હોય તેમ જણાય છે વોર્ડનં.ર અને ૩ માં રહેતા હજારો પરીવારો વરસાદી પાણી પડતા ગટરના ગંદા પાણી ભેગો થયેલો કચરો સાથે થઈ જતા આખા વિસ્તારમાં ભયંકર વાસ ફેલાય છે જેથી આ વિસ્તારમાં તાત્કાલીક પાણી નો નિકાલ થાય તે માટે જીલ્લા કલેકટર વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

ફકત ચાર કલાક માં પાંચ ઈચ વરસાદ પડતા શહેરમાં નગરપાલિકાની વિકાસની કામગીરી ખુલ્લી પડી ગયેલ છે મુખ્યબજારોમુખ્ય રોડ અનેક સોસાયટી વિસ્તારમાં વર્ષોથી જે રીતે પાણી ભરાઈ છે તેરીતેજ તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે ફકત કરોડો રૂપીયાની કામગીરી થતી હોય તેમ નાગરીકો દ્રારા આક્ષેપ થઈ રહેલ છે કોંગ્રેસ સમગ્ર મામલે ચુપ બેઠી હોય અને વિકાસ માં તે પણ સાથે આપતી હોય તેવું શહેરભરમાં ચર્ચાય રહેલ છે.

(1:25 pm IST)