Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ધ્રોલમાં શહેર ભાજપ મોરચાની મીટીંગ યોજાઇ

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ, તા. ૧૩ : ધ્રોલ શહેર ભાજપની કારોબારી સમિતિ તથા ધ્રોલ શહેર ભાજપના મોરચાની મિટિંગ રાખવામાં આવી હતી જેમાં જામનગર જીલ્લા ભાજપના મહામંત્રી પ્રવિણસિંહ જાડેજાએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપેલ, શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ શુકલએ પહેલા દેશ, પછી પક્ષ સૌથી છેલ્લે વ્યકિત એવો નરેન્દ્રભાઇ મોદીનો સંદેશો યાદ અપાવી ને સૌ આગેવાનો પાર્ટી થકી જ છે એ યાદ અપાવ્યું હતું.

પુર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ રાજનૈતિક ઠરાવ રજુ કર્યો હતો, અરવિંદભાઈ પરમારે આ ઠરાવને સમર્થનમાં વાત કરી જેને સૌ કાર્યકર્તાઓએ એક અવાજે સમર્થન આવી વધાવી હતી, મગનભાઈ ભોજાણીએ કાર્યક્રમની શરૂઆત કરી હતી અને સૌનું સ્વાગત કર્યું હતું, તુષારભાઈ ભાલોડીયાએ કોરોના કાળમાં પક્ષ દ્વારા થયેલ સેવા કાર્યો વર્ણવ્યા હતા, હિરેનભાઈ કોટેચાએ આભાર વ્યકત કર્યો હતો તથા હિતેશભાઈ ચનીયારાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું આ કાર્યક્રમમાં ધ્રોલ નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન પરમાર, કારોબારી સમિતિના પ્રમુખ ગોવિંદભાઈ,  સભ્યો વિનુંભાઈ, રણછોડભાઈ, નરશીભાઈ, કિશોરભાઈ, મચ્છાભાઈ, સલીમભાઈ, રફીકભાઈ, દીનેશભાઈ મકવાણા,  સંજયસિંહ, વશરામભાઈ, લખમણભાઈ સહીતના સભ્યો, શહેર ભાજપના દરેક મોરચાના હોદેદારો જીલ્લા યુવા મોરચા મહામંત્રી આશિષભાઈ, જીલ્લા અનુસુચિત મોરચાના પ્રમુખ ભીમજીભાઈ, જીલ્લા મહીલા મોરચાના મહામંત્રી અરૂણાબેન, જીલ્લા કારોબારી સદસ્ય રમેશભાઈ, મનસુખભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

(1:26 pm IST)