Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

વેરાવળમાં સૌથી મોંધી જમીન વેચાણી એક મીટરના પોણા બે લાખ ૬૩ર મીટર ૧૧ કરોડમાં વેચાઈ

લોકડાઉનથી અનલોક સુધી જમીન મકાનોનો અંદાજીત ૩૦૦ કરોડથી વધારાની લે વેચ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૩: શહેરમાં ધમધમતા બંદર રોડ ઉપર ૬૩ર મીટર જમીન અંદજીત ૧૧ કરોડ માં વેચાઈ છે આ જમીન એક મીટર પોણા બે લાખમાં વેચાણી છે અત્યાર સુધીનો સૌથી મોઘામાં મોઘા સોદો ભયંકર મંદીમાં થતા બિલ્ડર્સ લોબીમાં પણ આર્શ્ચય થયું છે જયારે દેશભરમાં મંદીનો માહોલ ચાલી રહયો છે ત્યારે ફકત વેરાવળમાં લોકડાઉનથી અનલોક સુધીમાં અનેક આસામીઓ દ્રારા અંદાજીત ૩૦૦ કરોડ થી વધારાની લે વેચ થઈ હોય જેથી કાળા નાણાની રેલમછેલ ફકત બે વર્ષમાં આટલી મોટી થયેલ હોય તે રાજય કેન્દ્ર સરકારના વિભાગોમાં સંકલન કરીને આટલા મોટા સોદાઓ થયા હશેતેવા પણ ખુલ્લેઆમ આક્ષેપો થઈ રહયા છે.

વેરાવળ શહેર માં જમીનોના ભાવ રાજકોટ અમદાવાદ મુંબઈ કરતા પણ વધારે હોય તેવું તાજેતરમાં સૌથી મોટો સોદો થયેલ છે તેમા જાણવા મળેલ છે ધમધમતા બંદર રોડ વિસ્તારમાં એક મીટરના પોણા બે લાખ ના ભાવે વેચાણી હોય આ જમીન ૬૩ર મીટર લભગભ ૧૧ કરોડ માં સોદો થયેલ હોય તેવું જાણવા મળેલ છે તેમજ સટાબજાર રોડ ઉપર ૪૦ હજાર ફુટ ના ભાવે દુકાનો વેચાયેલ છે એક દુકાન નો ભાવ દોઢથી પોણા બે કરોડમાં વેપારીઓ દ્રારા ખરીદાયેલ છે તેમજ આજ રોડ ઉપર એક જગ્યા ૧ર થી ૧૩ કરોડમાં વેચાયેલ છે.

રાજય સરકારના વિભાગો દ્રારા જાણવા મળેલ છે આ વિસ્તાર જમીન ની જંત્રીનો ભાવ એક મીટર નો ૧૦ હજાર છે જે જમીનો ૧૧ થી ૧૩ કરોડ માં વેચાય છે તેના દસ્તાવેજ ૬પ થી ૭પ લાખ ની અંદર ફ્રી ભરી ને કરાવવામાં આવશે જેથી સરકાર ને કરોડો રૂપીયાની જે આવક થવી જોઈએ તે બતાવાતી નથી આવા અનેક સોદાઓ બે વર્ષથી અંદર અંદાજીત ૩૦૦ કરોડ થી વધારા ના થયેલ હોય આ કોરોનાકાળમાં અમીરોની મીલ્કતોમાં ભારે વધારો થયેલ છે તેની સામે ગરીબો,મઘ્યમવર્ગ,બેરોજગારો ની હાલત દિવસે ને દિવસે વધારેખરાબ થતી જાય છે વેરાવળ જેવા નાના શહેર માં આટલા મોધા ભાવે જમીના નો સોદો શહેરભર માં ભારે ચર્ચાનો વિષય બનેલ છે.

(1:27 pm IST)