Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

કચ્છના મુન્દ્રામાં વરસતા વરસાદ વચ્ચે વાહને હડફેટે લેતાં ૩૫ વર્ષીય અજાણી મહિલાનું મોત : મુન્દ્રા પોલીસે હાથ ઉપર રંજન લખેલ અજાણી મહિલાની ઓળખ માટે હાથ ધરી તપાસ

(વિનોદ ગાલા દ્વારા) (ભુજ) મુન્દ્રા માં ગત મોડી રાત્રિ ના ભારે ગાજવીજ અને વીજળી ના ચમકારા વચ્ચે વરસાદ પડ્યો હતો ત્યારે મુન્દ્રા નજીક નવા સૂચિત રોડ પર શાંતિ વન પાછળ ના રોડ પર ૩૫ વર્ષ ની અજાણી મહિલા ને અજાણ્યા વાહન ચાલક એ ટક્કર મારતા મહિલા નું સ્થળ પર જ મોત થયું હતું

બનાવ અંગે મુન્દ્રા પોલીસ મથક ના પી એસ આઈ શામત ભાઈ મહેશ્વરી અને રાઇટર સંજય સિંહ જાડેજા એ જણાવ્યું હતું કે અજાણી મહિલા ૩૫ વર્ષ ના છે. પંજાબી ડ્રેસ પહેરેલ છે.. હાથ પર રંજન લખેલું છે. જો કોઈ સગા સંબંધી હોય  તો મુન્દ્રા પોલીસ મથક ના 02838--222121 પર સંપર્ક કરવા જણાવ્યું હતું.. એ અજાણી મહિલા ના પી એમ બાદ તેનો મ્રૂત્દેહ અદાણી હોસ્પિટલ. મુન્દ્રા ના કોલ્ડ સ્ટોરેજ માં રાખવા માં આવેલ છે( તસવીર: રાજ સંઘવી)

(3:23 pm IST)