Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

ગોંડલ તાલુકાના વાસાવડ ગામની વાસાવડી નદીમાં પુર આવતા એક વ્યક્તિ પાણીમાં લાપતા થતા શોધખોળ

ગોંડલ :::રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વાસાવડ ગામની વાસાવડી નદીમાં પુર આવતા એક વ્યક્તિ પાણીમાં લાપતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ગામમાં પ્રવેશતાં મુખ્યમાર્ગ પરનો વાસાવડી  નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે આવા સમયે

કોઝવે પરથી પસાર થઈ રહેલ સાઈકલ સવાર  મનસુખભાઈ સોલંકી ઉ.વ.55 નામના વ્યક્તિ પાણીમાં તણાયા હતા.

જેને શોધવા માટે ગોંડલ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ છે

સ્થાનિક લોકોએ નદીના પાણીમાં શોધખોળ શરુ કરી છે.

(1:30 pm IST)