Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

બાબરા તાલુકાના ખાનપર ગામના હરેશ કોળી ની હત્યા તેની પત્ની રેખાએ જ પ્રેમી દિનેશ મકવાણા સાથે મળીને કરી હોવાનુ ખુલ્યું : પતિ અવારનવાર દારૂ પીને મારકૂટ કરતો હોવાથી કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું 'તું

આટકોટ :: જસદણ નજીક બાબરા તાલુકાના ખાનપરના હરેશભાઈ કોળીની હત્યા પત્ની રેખાએ પ્રેમી દિનેશ ચોથાભાઇ મકવાણા ( કોળી) ઉ.વર્ષ 26 રે.ખાનપર સાથે મળીને કરી હોવાનુ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.

પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાંખી રેખા અને પ્રેમી દિનેશની ધરપકડ કરી છે.

       પ્રાપ્ત માહિતી મુજબ બાબરા તાલુકાના ખાનપુર ગામના હરેશ કોળી ની હત્યા કરી મૃતદેહને જસદણ રોડ ઉપર ફેંકી જવાના બનાવમાં હરેશ ની પત્ની રેખા જ હત્યા કરનાર નીકળતા કોળી પરિવારમાં મચી ગયો છે.

      રેખાના જણાવ્યા મુજબ હરેશ અવારનવાર દારૂ પીને મને મારકૂટ કરતો હોય પ્રેમી દિનેશ ઉર્ફે બોધો ચોથા ભાઈ મકવાણા એ સાથે મળીને હરેશ ની હત્યા કરવાનું નક્કી કરી લીધું હતું.

     બનાવની રાત્રે જ્યારે હરેશ સૂતો હતો ત્યારે રેખાએ બે વાગ્યા આસપાસ હરેશને માથામાં કોસના 7થી 8 ઘા મારીને ગળે ટૂંપો દઇને પથારીમાં જ મોતને ઘાટ ઉતારી દીધો હતો.

   ત્યારબાદ પ્રેમી દિનેશ અને રેખાએ મળીને મૃતદેહને જસદણ ખાનપર રોડ ઉપર ફેંકી દીધી હતી. પોલીસે આ બનાવ અંગે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો હતો જિલ્લા પોલીસ વડા એ તમામ પોલીસ અધિકારીઓને અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

(1:58 pm IST)