Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

મોવીયા -ગોડલ રોડ ઉપર રાજકોટ -ધારી એસ.ટી બસ સાથે બાઈક નુ અકસ્માત...

ત્રણને ગંભીર ઇજા...

ગોંડલ: મોવિયા-ગોંડલ રોડ પર એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ-ધારી રૂટની બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં બાઈકમાં સવાર 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે. એક મહિલા અને 2 પુરૂષને ગંભીર ઈજા પહોંચી છે. જેથી રસ્તા પરથી પસાર થતાં મામલતદાર ભરતસિંહ ચુડાસમાએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તમામને સારવાર અર્થે ખસેડ્યાં છે. બીજી તરફ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ગોંડલ સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ રાજકોટ  ખસેડાયા...

(5:37 pm IST)