Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

જામકંડોરણામાં પંથકમાં સાર્વત્રીક વરસાદ જામકંડોરણામાં બે ઇંચ વરસાદઃ જામકંડોરણાનો ફોફળ ડેમ ૩.પ૦ (સાડા ત્રણ) ફુટે ઓવરફલો

જામકંડોરણામાં આજે સવારના ૬ વાગ્યાથી બપોરના ૧ર વાગયા સુધીમાં બે ઇંચ વરસાદ પડયો હતો. આ વરસાદથી તેમજ ઉપવાસના સારા વરસાદથી જામકડોરણાની ઉતાવળી નદી, સારણ નદી તેમજ ફોફળ નદીમાં પુર આવ્યા હતા. જેથી જામકંડોરણાના ફોફળ ડેમમાં પાણીની આવક થતાં આ ડેમ સાડા ત્રણ ફુટે ઓવરફલો થયો હતો આ ડેમ અગાઉ ઓવરફલો થઇ ચુકયો છે અને એક ફુટ ઓવરફલો ચાલુ હતો આજે સારા વરસાદને પરીણામે આ ડેમ સાડા ત્રણ ફુટ ઓવરફલો થયો છે. આ ડેમ આજે સાડા ત્રણ ફુટ ઓવરફલો થતા રાજકોટ સિંચાઇ વર્તુળ દ્વારા આ ડેમના નિચાણવાળા વિસ્તારના ગામો દુધીવદર, ઇશ્વરીયા, તરવડા, વેગડીના લોકોને નદીના પટમાં અવર જવાર નહી કરવા સાવચેત રહેવા સુચના આપવામાં આવેલ છે. આ સારા વરસાદથી જામકંડોરણા પંથકમાં નદી નાળા ચેકડેમો છલોછલ ભરાઇ ગયા હતા. જામકંડોરણા તાલુકામાં મોસમનો કુલ વરસાદ ૭૪૭ મી.મી. થયેલ છે.

(5:52 pm IST)