Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

હળવદનો બ્રાહ્મણી-૨ ડેમ છલોછલ:આજે ડેમના દવાજા ખોલાશે.? : ડેમ તેની પૂર્ણ તપાટીએ:નિચાણવાળા નવ ગામોને એલર્ટ કરાયા

 તાલુકામાં પાછલા બે દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આમ તો બ્રાહ્મણી-૨ ડેમ ૯૦% તો ભરાયેલો હતો જોકે આ બે દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે જેને લઇ બ્રાહ્મણી-૨ ડેમ માં ૧૯૦૦ ક્યુસેક  પાણીની આવક નોંધાઇ છે. જેને લઇ બ્રાહ્મણી-૨ ડેમ તેની પૂર્ણ સપાટીએ પહોંચી ગયો છે જેથી હવે જો ડેમમાં પાણીની આવક નોંધાઇ તો ડેમના દરવાજા ખોલવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે જેને લઈને નીચાણવાળા નવ ગામોને એલર્ટ કરાયા છે

હળવદમાં ગઇકાલ સવારથી આજ સવાર સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેને કારણે બ્રાહ્મણ-૨ડેમમાં પાણીની આવક નોંધાઇ છે જોકે બે દિવસથી વરસેલા વરસાદને કારણે બ્રાહ્મણી-૨ ડેમ માં ૧૯૦૦ ક્યુસેક પાણીની આવક થઇ છે સાથે જ અગાઉ ડેમ ૯૦% ભરાયેલો હોય અને બે દિવસથી વરસેલા વરસાદને લઇ ૧૯૦૦ ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે જેને કારણે ડેમની સપાટી ૧૨.૬૦ ફુટ છે જે ડેમ સપાટીએ પહોંચી ગયો છે જેને કારણે હવે જો ડેમમાં પાણીની આવક નોંધાઇ તો ડેમના દરવાજા ખોલવામાં આવનાર છે જેને લઇ નીચાણવાળા નવ ગામોને એલર્ટ કરાયા છે.  જેમા ધનાળા,સુસવાવ,રાસીંગપર,મયુરનગર, મિયાણી, ચાડધરા,માનગઢ ટીકર સહિતના ગામોને નદીના પટમાં ન આવવા માટે જણાવાયું છે.

(7:01 pm IST)