Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર નું રાવલ ગામ ત્રીજી વખત પાણીમાં ગરકાવ : ઉપરવાસમાં પડેલ વરસાદ ના પાણી રાવલ ગામ માં પહોંચ્યા : સાની ડેમ અને વર્તુ -2 ડેમ ના પાણી રાવલ ગામમાં આવી જતા સર્વત્ર પાણી પાણી : એનડીઆરએફની ટીમ તૈનાત

ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર નું રાવલ ગામ ત્રીજી વખત પાણીમાં ગરકાવ થઈ ગયુ છે. 

      ઉપરવાસમાં પડેલ વરસાદ ના પાણી રાવલ ગામ માં પહોંચ્યા હતા સાની ડેમ અને વર્તુ -2 ડેમ ના પાણી રાવલ માં પહોંચ્યા છે

   સાની ડેમ ના દરવાજા ખુલા છે જ્યારે વર્તુ - 2 ડેમ ના દરવાજા ખોલવામાં આવતા રાવલ ગામ માં પાણી પહોંચ્યા હતા

      વર્તુ -2 ડેમ ના 8 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવતા રાવલ ગામ ફરી એકવાર બેટ માં ફેરવાયું છે

સમગ્ર ગામ માં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

      નીચાણવાળા વિસ્તારોના ઘરો માં પાણી ઘુસ્યા હતા જ્યારે મુખ્ય બજારો પાણી જ પાણી થઈ છે.

     આ  અંગે જવાબદાર તંત્ર દ્વારા જણાવાયુ હતું કે , ઉપરવાસના પડેલા વરસાદના કારણે રાવલ ગામમાં ડેમના પાણી ઘુસી ગયા છે જોકે  આ પાણીનો પ્રવાહ રોકી દેવામાં આવતા ટૂંક સમયમાં જ પાણી ઉતરી જશે અને પરિસ્થિતિ થાળે પડી જશે.

         દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં અડધો ઇંચ અને ભાણવડમાં એક ઈચ વરસાદ પડ્યો છે જ્યારે ખંભાળિયા અને દ્વારકામાં ઝાપટા વરસ્યા છે.

(7:06 pm IST)