Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખના મતવિસ્તારના સરપંચ આપમાં જોડાયા.

ઘણાદ ગામના સરપંચ જનકભાઈ પાટડીયા વિશાળ કાર્યકર્તા સમૂહ સાથે આમ આદમી પાર્ટી સાથે જોડાયા

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખના મતવિસ્તારના સરપંચ આપમાં જોડાયા છે

હળવદ તાલુકામાં ધીરે ધીરે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ અને કદ વધી રહ્યા છે ત્યારે હવે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરાના મત વિસ્તાર હેઠળ આવતા ઘણાદ ગામના સરપંચ જનકભાઈ પાટડીયા વિશાળ કાર્યકર્તા સમૂહ સાથે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ જતા આપ પાર્ટી વધુ મજબૂત બની છે.આ તકે આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપરીયા, ઉપ-પ્રમુખ સંજયભાઈ ભટાસણા, વનરાજભાઈ વાઘેલા, રાજેશભાઈ દેસાઈ, શંકરભાઈ, હળવદ તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોરા, મહામંત્રી વિપુલભાઈ રબારી સહિતનાઓ હાજર રહ્યા હતા.

(9:45 pm IST)