Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

જામકંડોરણા પંથકમાં હેત વરસાવતાં મેઘરાજા જામકંડોરણામાં ચાર ઇંચ વરસાદ

ફોફળ ડેમમાં સાડા છ ફુટ પાણીની આવક ફોફળ ડેમની સપાટી હાલ ૧૪.પ૦ ફુટે પહોંચી

(મનસુખભાઇ બાલધા દ્વારા)  જામકંડોરણા તા.૧૩ : જામકંડોરણામાં ગત રાત્રીના નવ વાગ્યેથી સતત મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. ગત રાત્રીથી અવિરત મેઘસવારી ચાલુ છે. જે રાત્રી દરમ્યાન આજે સવારના આઠ વાગ્યા સુધીમાં જામકંડોરણામાં ૧૦૩ મી.મી.(ચાર ઇંચ) વરસાદ વરસી ગયો છે. આ સાથે મોસમનો કુુલ વરસાદ ૩૮ર મી.મી.થયેલ છે હજુ પણ માહોલ છે અને સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર પંથકમાં આ સારા વરસાદના પરિણામે જામકંડોરણાના ફોફળ ડેમમાં ૬.પ૦ (સાડા છ ફુટ) નવા પાણીની આવક થતા ફોફળ ડેમની સપાટી હાલ ૧૪.પ૦ સાડા ચૌદ ફુટે પહોંચી છે હજુ આવક ચાલુ છે.

(10:28 am IST)