Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

વડિયા શહેરના જર્જરિત જવાહર બાલમંદિરમાં સોગંધનામાં અને ચૂંટણીલક્ષી સરકારી ડોકયુમેન્ટો વરસાદી પાણીમાં પલળતા આવ્યા સામે

ચૂંટણીલક્ષી કામગીરીની પેટીઓ અને ડોકયુમેન્ટો બિનવારસી પલળે છે : સરકારી કચેરીના રબ્બર સ્ટેમ્પ બિનવારસી રખડતા અહીં મળ્યા જોવા...જવાબદાર કોણ...?

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા,તા. ૧૩: સ્થાનિકોની માહિતી અનુસાર વડિયા મામલતદાર કચેરીના બિલ્ડીંગનું કામ શરૂ હતું ચાર વર્ષ પહેલા તે સમય દરમ્યાન સુરગપરા વિસ્તારમાં આવેલ જવાહર બાલમંદિરમાં મામલતદાર કચેરી સ્થળફેર કરવામાં આવી હતી.ત્યારથી અહીં આ કચેરીનો સામાન રાખવામાં આવ્યો છે જે જરૂરી હોય કે બિનજરૂરી પરંતુ અહીં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળી રહયા છે મામલતદાર ઓફીસ ના જરૂરી દાખલાઓ સોગંધનામાં દસ્તાવેજો સહીતના સરકારી કિંમતી ઝવેરાત માની શકાય તેવા કાગળો વડિયા જર્જરિત જવાહર બાલ મંદિર ખાતે ખુલ્લી જગ્યામાં રખડતા જોવા મળ્યા અને અહીં ઓશુઓના આંટાફેરા હોઈ તેવા પણ જણાઈ રહ્યું છે.

વડિયા મામલતદાર કચેરીના રબરસ્ટેમ્પ સિક્કા કોમ્પ્યુટર સહીતના જરૂરી ડોકયુમેન્ટ પાણીમાં પલળી ગયેલ હાલતમા જોવા મળ્યા છે પાંચ પાંચ વર્ષ થી આ જરૂરી ડોકયુમેન્ટ અવાવરૂ જગ્યાએ કોઈની દેખ રેખ વગર પડ્યા છે જોકે વડિયા મામલતદાર કચેરી નું નવું બિલ્ડીંગ બનતું હતું તે સમયે કામચલાઉ મામલતદાર કચેરી વડિયા જવાહર બાલમંદિર ખાતે સ્થળફેર કરવામાં આવી હતી પરંતુ આ મામલતદાર કચેરી નું નવું બિલ્ડીંગ બની ગયું તેને પાંચ વર્ષ વીતી ગયા છે અને તમામ સ્ટાફ મામલતદાર સહિત નવી ઓફિસમા બેસવાનું સરૂ કરી દીધું છે ત્યારે આ જરૂરી ડોકયુમેન્ટ દાખલા કોમ્પ્યુટર સહીતના કાગળો કેમ અહીયા પડ્યા રહ્યા છે તે એક વેધક સવાલ ઉઠી રહ્યો છે.

જોકે લોકો મામલતદાર કચેરી ખાતે આવકનો દાખલો મેળવવા કે પછી નોંક્રિમિનલ જેવા અનેક દાખલા ઓ કઢાવવા જાય છે ત્યારે લોકો પાસેથી સોગંધનામાં રૂપે ડોકયુમેન્ટો લેવામાં આવતા હોય છે પણ આજ ડોકયુમેન્ટ અવાવરૂ જગ્યાએ વરસાદ ના પાણી માં પલળી રહ્યા છે ખેડૂતોને પોતાના ખેતકામગીરીઓ કચેરીમાં થતી હોય છે. ત્યારે આ વડિયા તાલુકા મથક અને આ તાલુકાના ૪૫ ગામો છે ત્યારે કયા અરજદારના ડોકયુમેન્ટ અહીં રદ્દી રૂપે વરસાદી પાણીમાં પલળીને નાશ પામતા હોઈ તે આઓને કહી શકીએ નહીં પરંતુ અહીં કેટલાયે સરકારી ઝવેરાત સમાન ડોકયુમેન્ટ અને સરકારી સરસામાન અહીં બિનવારસી રૂપે જર્જરિત જવાહર બાલમંદિર ખાતે ઉપર આભ અને નીચે ધરતી જેવો દ્યાટમા બરબાદ થઈ રહ્યું છે પ્રજાના રૂપિયા લૂંટવાનું કામ છોડીને સરકારી સરસામાનની કાળજીલેવાની જવાબદારી કોની એ પણ સવાલ ઉદભવી રહ્યો છે અહીં જર્જરિત હાલતમાં જવાહર બાલમંદિર મોતના મુખ સમાન ઉભું છે જેમાં ઉપરનો કાટમાળ અને નળીયા ફુટી ગયા છે તો એન્ટરનો સ્લેબ ઝૂકી ગયેલો છે અહીં દરવાજા દેખાવના છે જે ખુલ્લા છે રખડતા પશુઓ અહીં અડીગો જમાવે છે ત્યારે શું મામલતદાર કચેરીના કર્મચારીઓને આ વાતની જાણ છે ખરા છેલ્લા પાંચ પાંચ વર્ષથી આ જવાહર બાલમંદિરમા પડેલ સરસામાન અને જરૂરી ડોકયુમેન્ટ ને કેમ નવી ઓફિસ પર રાખવામાં નથી આવ્યા આ સવાલનો જવાબ લોકો પુછી રહ્યા છે.

(11:22 am IST)