Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

જામનગરના ઉપરવાસમાં અતિ ભારે વરસાદઃ જિલ્લાના મોટાભાગના ડેમો ઓવરફલોઃ અનેક ગામો ભયમાં

અત્ર... તત્ર... સર્વત્ર.. પાણી પાણી પાણી જ... ગત સપ્તાહે જે ડેમમાં તળિયા દેખાતા હતા આજે તે ડેમમાં પાણી સિવાય કંઈ જ દેખાતું નથી : ખીજડિયા બાયપાસ પાસે હાઈવે ઉપર જબરા પાણી ભરાયા : ગયા અઠવાડિયે જામનગર જિલ્લાના જે ડેમોમાં તળિયા દેખાતા હતા ત્‍યાં આજે ચારેકોર પાણી પાણી અને પાણી દર્શાય છે : જામનગરના ઉપરવાસમાં અતિભારે વરસાદના પગલે જિલ્લાના મોટાભાગના ડેમ ઓવરફલો થઈ ગયા છેઃ રણજીતસાગર, વિજરખી, ખોડા પીપર, ઉંડ-૧ સહિતના ડેમ અંદાજીત ૨થી૩ ફૂટથી ઓવરફલો : તાલુકાના અનેક ગામોમાં રેસ્‍કયુ કરવાની સ્‍થિતિ : કેટલાક ગામો બેટમાં ફેરવાયા

જામનગર : જામનગર જિલ્લામાં ગઇકાલ રાત્રીથી અનેક જગ્‍યાએ વરસાદ વરસવાનું શરૂ થતાં અલીયાબાળા, કોંઝા, ઠીમરાણા, બાંગા, નેવીમોડા સહિત અનેક ગામોમાં વરસાદી પાણી ફરી વળતા સર્વત્ર પાણી પાણી... થઇ ગયું હતું. લોકોને સલામત સ્‍થળે ખસેડવા માટે રેસ્‍કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું. જામનગર કંટ્રોલરૂમ ખાતે કમિશનર વિજય ખરાડી પહોંચી ગયા હતા અને પરિસ્‍થિતિનો તાગ મેળવ્‍યો હતો. જો કે કોઇ જાનહાનીના સમાચાર મળ્‍યા નથી. (તસ્‍વીર : કિંજલ કારસરીયા, જામનગર)

જામનગર તા. ૧૩: જામનગર શહેર અને જિલ્લામાં ગતરાત્રીથી અનરાધાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું જેના પગલે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભારે તારાજી સર્જાય છે. જિલ્લાના તમામ ગામોમાં અત્ર... તત્ર... સર્વત્ર... પાણી જ પાણી જેવી પરિસ્‍થિતિનું નિર્માણ થઈ ગયું છે. કેટલાક ગામોમાં રેસ્‍કયુ માટે હેલિકોપ્‍ટરની મદદ લેવાની સ્‍થિતી સર્જાય છે. જિલ્લાના મોટાભાગના ડેમ ઓવરફલો થઈ ગયા છે. જેના પગલે પીવાના પાણી તેમજ સિંચાઈના પાણી અછત દુર થઇ ગઈ છે. આ લખાય છે ત્‍યાં સુધી હજુ કોઈ જાનહાનીના અહેવાલ મળ્‍યા નથી. જિલ્લાનું ધુડશીયા ગામ આખું પાણીમાં છે અનેક લોકો ફસાયા હોવાનું આ ગામના વતની અને કોંગ્રેસ અગ્રણી શ્રી વિજય બોરીચાએ રાજકોટ અકિલને જણાવ્‍યું છે અને તેમને રેસ્‍કયૂ કરવા ભારે પ્રયાસો થઈ રહ્યા છે. એનડીઆરએફની ટીમ ત્‍યાં પહોંચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, જામનગર જિલ્લામાં ગતરાતથી અનરાધાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. વિજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલો વરસાદ આખી રાત ધીમી ધારે વરસ્‍યો હતો તો બીજી તરફ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસાદે રૌદ્ર રૂપ ધારણ કરી લેતા તારાજી સર્જી હતી. મોટાભાગના ગ્રામ્‍ય વિસ્‍તારોના નીચાણવાળા ભાગોમાં ચારથી પાંચ ફૂટ જેટલા પાણી ભરાયા હતા.

તંત્ર પાસેથી મળેલી માહિતી મુજબ જામનગર તાલુકા અને જિલ્લાના ગ્રામ્‍યમાં ભારે વરસાદ વરસ્‍યો છે. તાલુકાના અલિયાબાડા, ખીમરાણા, નાધુના, નાગનાથ, ધુવાવ, ખીજડિયા, ઠેબા સહિતના અનેક ગામો પુરમાં ફેરવાયા હોવાના અહેવાલો મળ્‍યા છે.

ઉપરાંત જિલ્લાના કાલાવડ તાલુકામાં પરિસ્‍થિતિ બેકાબુ હોય અને તાત્‍કાલિક અસરથી એરલીફટની વ્‍યવસ્‍થા કરવી પડે તેવી સ્‍થિતિનું નિર્માણ થયું છે.

કાલાવડ તાલુકાના લલોઈ, બાંગા, ધૂળશિયા, વરૂડી, હરીપર સહિતના ગામોની નદીઓ બે કાંઠે જઈ રહી છે. રણુંજા નજીક આવેલો વોડીસંગ ડેમ પાંચ ફૂટથી ઓવરફલો થઈ રહ્યાનું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્‍યું છે. બાંગા તેમજ લલોઈ ગામે અનેક ઘરોમાં છાતી સુધીના પાણી ભરાઈ ગયા છે.

જામનગર તાલુકાના અલિયાબાડા ગામે ફાયર વિભાગની ટીમે રેસ્‍કયુ કરી પાણીમાં ફસાયેલા અંદાજે ૩૫ લોકોને બચાવ્‍યા હતા. ઉપરાંત વરૂડી ગામેથી આવેલા વિડીયોમાં પાણીના પ્રવાહમાં એસટી બસ ફસાઈ ગયાનું જાણવા મળ્‍યું હતું.

જામનગર શહેરના કાલાવડ રોડ પર મહાપ્રભુજીની બેઠક પાસે પણ પુલ પર પાણી ફરી વળ્‍યાં હતા. જેના પગલે આસપાસના વિસ્‍તારોમાં ગોઠણડુબ પાણી ભરાઈ જતા વાહનવ્‍યવહાર ખોરવાઈ ગયો હતો.

 જામનગર તાલુકાના ધૂંવાવ ગામે આવેલા પુલ પરથી નદીનું પાણી વહેતુ હોવાના સમાચારના પગલે એસટી વિભાગ દ્વારા જામનગરથી રાજકોટ તરફ જતા તમામ રૂટ થંભાવી દેવાની સૂચના આપી હતી.

જામનગરની ભાગોળે જય માતાજી હોટલ પાસે મકાનો ડૂબી ગયા છે બાયપાસ બંધ કરી દેવામાં આવ્‍યો છે રણજીતસાગર ડેમ પાસે પણ સ્‍થિતિ ભયજનક છે.

જામનગરના ઉપરવાસમાં અતિ ભારે વરસાદઃ જિલ્લાના મોટાભાગના ડેમો ઓવરફલોઃ અનેક ગામો ભયમાં
અત્ર... તત્ર... સર્વત્ર.. પાણી પાણી પાણી જ... ગત સપ્તાહે જે ડેમમાં તળિયા દેખાતા હતા આજે તે ડેમમાં પાણી સિવાય કંઈ જ દેખાતું નથી : ખીજડિયા બાયપાસ પાસે હાઈવે ઉપર જબરા પાણી ભરાયા : ગયા અઠવાડિયે જામનગર જિલ્લાના જે ડેમોમાં તળિયા દેખાતા હતા ત્‍યાં આજે ચારેકોર પાણી પાણી અને પાણી દર્શાય છે : જામનગરના ઉપરવાસમાં અતિભારે વરસાદના પગલે જિલ્લાના મોટાભાગના ડેમ ઓવરફલો થઈ ગયા છેઃ રણજીતસાગર, વિજરખી, ખોડા પીપર, ઉંડ-૧ સહિતના ડેમ અંદાજીત ૨થી૩ ફૂટથી ઓવરફલો : તાલુકાના અનેક ગામોમાં રેસ્‍કયુ કરવાની સ્‍થિતિ : કેટલાક ગામો બેટમાં ફેરવાયા

જામનગર : જામનગર જિલ્લામાં ગઇકાલ રાત્રીથી અનેક જગ્‍યાએ વરસાદ વરસવાનું શરૂ થતાં અલીયાબાળા, કોંઝા, ઠીમરાણા, બાંગા, નેવીમોડા સહિત અનેક ગામોમાં વરસાદી પાણી ફરી વળતા સર્વત્ર પાણી પાણી... થઇ ગયું હતું. લોકોને સલામત સ્‍થળે ખસેડવા માટે રેસ્‍કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું. જામનગર કંટ્રોલરૂમ ખાતે કમિશનર વિજય ખરાડી પહોંચી ગયા હતા અને પરિસ્‍થિતિનો તાગ મેળવ્‍યો હતો. જો કે કોઇ જાનહાનીના સમાચાર મળ્‍યા નથી. (તસ્‍વીર : કિંજલ કારસરીયા, જામનગર) (૨૧.૧૭)

(11:57 am IST)