Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ભાવનગરઃ થોરાડી ડેમમાં હોડકુ ઉંધુ વળતા ર ના મોત

તરતા આવડતુ હોય તેવા ર વ્‍યકિતનો બચાવઃ ર વ્‍યકિતઓની શોધખોળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા., ૧૩: ભાવનગર નજીક થોરાળી ડેમમાં હોડકુ ઉંધુ પડી જતા ચાર વ્‍યકિત ડેમના પાણીમાં ડુબવા લાગ્‍યા હતા.
જેમાં બેનો બચાવ થયો છે તો બેના મોત નિપજયા છે.
આ બનાવની વિગતો એવી છે કે ભાવનગર જીલ્લાના સિહોર તાલુકાના થોરડી ડેમમાં ચાર વ્‍યકિતઓ હોડકામાં બેસી સવારી કરી રહયા હતા. ત્‍યારે અચાનક હોડકુ પલ્‍ટી મારી જતા ચારેય ડેમના પાણીમાં ડુબવા લાગ્‍યા હતા. જેમાંથી તરતા આવડતુ હોય તેવા બે વ્‍યકિતઓ બહાર નીકળી જતા તેનો બચાવ થયો છે.
 જયારે બે વ્‍યકિતઓ ડુબી જતા તેની શોધખોળ શરૂ હોવાનું અને ડુબી ગયેલ તળાજા ફોરેસ્‍ટ વિભાગના કર્મી હોવાનું જાણવા મળેલ છે.

 

(12:25 pm IST)