Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

મોટી પાનેલીમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ કડાકા-ભડાકા સાથે પાંચ ઇંચઃ ફુલઝર ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી, તા., ૧૩:  ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં મેઘાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા હોરર ફિલ્મના ડરામણા દ્રશ્યો જેવો માહોલ છવાયો છે વીજળીના કડાકા ભડાકા સાથે વિકરાળ વાદળોની ગર્જનાથી સારા સારાના હાજા ગગડી ગયા. આખીરાત મેંઘસવારી અવિરત પણે ચાલુ હતી. જે હજુપણ ચાલુ છે. સવારે નવ વાગ્યાં સુધીમાં ચોવીસ કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડી ગયો છે. ઉપરવાસના ગામોમાં પણ મેઘો ગાંડોતૂર બનીને વરસતા એક જ રાતમાં પાનેલીની જીવાદોરી સમાન ફુલઝર ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. બપોર સુધીમાં ડેમ  છલકાઈ જશે એવુ ચોક્કસ પણે લાગી રહ્યું છે.

વરસાદ હજુ પણ જોરદાર વર્ષી રહ્યો હોય સાથે વીજળીના જોરદાર કડાકા થતા હોય જો હાલત આવી જ રહેશે તો પરિસ્થિતિ ગંભીર બનશે વીજળી પડવાના સમાચાર પણ મળી રહ્યા છે ડેમ ભરાઈ જતા જગતનો તાત ખુશહાલ જણાઈ રહ્યો છે. પરંતુ જો વરસાદ બંધ નહીં રહે તો ઉભા મોલ ખાસ કરીને કપાસ માટે નુકસાન સાબિત થાય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. 

(12:24 pm IST)