Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ભોગાવો નદીથી સરકારી જમીનમાં દાટેલાં ૬ાા લાખનો દારૂ કબ્જે

સુરેન્દ્રનગરમાં બુટલેગરો દ્વારા દારૂ સંતાડવાનો નવો કીમીયો : બે ઇસમોની અટક : ૪,૨૮૦ બોટલ ઝડપાઇ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૩ : સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ સંતાડવાના નવા નવા ક્રિમિયાઓ બુટલેગરો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા વસ્તડી ગામના ભોગાવો નદી કાંઠે બુટલેગરો દ્વારા દારૂ જમીનમાં દાટી અને સંતાડવામાં આવ્યો હતો અને વેચાણ કરવામાં આવતું હોવાનો દ્યટસ્ફોટ થવા પામ્યો છે ત્યારે જોરાવરનગર પોલીસ દ્વારા આ મામલે તપાસ કામગીરી હાથ ધરી વસ્તડી ગામે ભોગાવા નદીના કાંઠે સરકારી ખરાબામાંથી નાની મોટી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૪૨૮૦ મળી કુલ કિ.રૂ.૬,૭૧,૦૦૦/-  માલ શોધી સર્કલ પો.ઇન્સ સુરેન્દ્રનગર ટીમ તથા જોરાવરનગર પોલીસે ઝડપી લીધો છે.

પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા  નાયબ પોલીસ અધિક્ષકશ્રી સુરેન્દ્રનગર ડીવીઝન એચ.પી.દોશી  માર્ગદર્શન મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રોહી-જુગારની પ્રવૃતિ સંદતર નેસ્ત નાબુદ કરવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે વી.વી.ત્રિવેદી ઇન્ચાર્જ સર્કલ પો.ઇન્સશ્રી સુરેન્દ્રનગર નાઓને મળેલ હકીકત આધારે ટીમ તથા જોરાવરનગર પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યા વસ્તડી ગામથી પશ્યિમ (આથમણી બાજુ ભોગાવા નદીના કાંઠે સરકારી ખરાબામાં રેઇડ કરતા નદીના પટ્ટમાં રેતીના જુના ખાડામાંથી રેતી હટાવી જોતા ભારતીય બનાવટની બોટકોમાં તેમજ પ્લાની ઘેલીમાંથી મેકડોલ નાય સુપીરીયર વ્હીસ્કી ૭૫૦ એમએલની બોટલ નંગ-૭૮૦ કિ.૩૩,૧૨,૦૦૦/- તથા મેકડોલ નં.૧ સુપીરીયર વ્હીસ્કી ૧૮૦ એમ એલના ચપલા નંગ ૩૫૦૦ કિ.૨૩,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ તેમજ સદરહુ જગ્યાએ હાજર મળી આવેલ આરોપીઓ (૧) ભવાનીસિંહ ઉર્ફે કાનો હેમુભાઇ ગોહીલ કા રાજપુત ઉ.વ.૨૯ રહેવસ્તડી ચરમાળીયા મંદીર પાસે તા.વઢવાણ  (ર) રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજમા ભરતસિહ ગોહીલ કા રાજપુત ઉ.વ.૨૫ રહે.વસ્તડી દૂધની ડેરી પાસે તા.વઢવાણ વાળાઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેમજ મજકુર બન્ને ઇસમોની અંગઝડતી કરી મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૯,૦૦૦/- તથા આધારકાર્ડ તથા ચુંટણીકાર્ડ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિરૂ.૬,૭૧,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી પકડાયેલ ઇસમોની પુછપરછ કરતા આ દારૂનો જથ્થો પોતે તથા જુવાનસિંહ મોબુભાઇ રાજપુત રહે.વસ્તડી તા.વઢવાણ વાળાઓ પાર્ટનરશીપમાં લાવેલ તેમજ સદરહુ ઇંગ્લીશ દારૂનો જથ્થો લાલો મહારાજ રહે.લીબડી વાળો આપી ગયેલ હોવાની હકીકત જણાવતા મજકુર તમામ ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

(૧)  વી.વી.ત્રિવેદી સાહેબ ઇન્ચાર્જ સર્કલ પો.ઇન્સ (૨) એસ.વી.દાફડા એ.એસ.આઇ સીટી એ ડીવીઝન પો.સ્ટે (૩) પ્રવિણભાઇ અમરાભાઇ પો.કોન્સ (૪) હેમદીપ વી મારવણીયા એ.એસ.આઇ જોરાવરનગર પો.સ્ટે (૫) ચમનલાલ નાનજીભાઇ પો.હેડ.કોન્સ જોરાવરનગર પોસ્ટે (૬) જયદીપભાઇ પ્રભુભાઇ પો.હેડ કોન્સ જોરાવરનગર પો.સ્ટે (૭) સાહીલભાઇ મહમદભાઇ પો.કોન્સ જોરાવરનગર પોસ્ટે (૮) મીતભાઇ દીલીપભાઇ પો.કોન્સ જોરાવરનગર પો.સ્ટે (૯) રાજેશભાઇ નારસંગભાઇ પો.કોન્સ જોરાવરનગર પોસ્ટ (૧૦) કેસરીસિંહ અજીતસિહ પો.કોન્સ જોરાવરનગર પો.સ્ટે. એ રીતેના પોલીસ સ્ટાફના માણસો દ્વારા સદરહુ પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે. 

(12:25 pm IST)