Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

સુરેન્દ્રનગર નજીક કેસરખાન ઉપર ગોળીબાર કરી હત્યા

શનિવાર બપોરની ઘટના : જુની અદાવતમાં સમંદરખાન કારમાં આવી પાંચ ગોળીઓ છોડી : સનસનાટી

(ફઝલ ચૌહણ દ્વારા) વઢવાણ,તા.૧૩: સુરેન્દ્રનગરના માલવણ હાઇવે ઉપર ફાયરિંગની ઘટનામાં યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે તેવા સંજોગોમાં ચોરી લૂંટ મારામારી ખૂન કેસ હત્યાકેસના બનાવની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે તેવા સંજોગોમાં ૅમાલવણ હાઇવે ઉપર ફાયરિંગની ઘટના સામે આવવા પામી છે પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા ત્યારે ફાયરિંગ દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજવા પામ્યું છે.

મળતી વિગત અનુસાર શનિવારે બપોરે ચાર વાગ્યાના અરસામાં કાળા કલરની મારુતિ સુઝુકીની સ્વીફ્ટ ગાડી લઈને આવેલ સમંદરખાન કાળું ખાન નામના યુવક દ્વારા કેસર ખાન સામે આ ફાયરિંગ કરવામાં આવ્યા હતા જેમાં કેસર ખાનને પગના અને હાથના ભાગે ગોળી વાગતા ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી સુરેન્દ્રનગર શહેરની મેડીકલ કોલેજ ખાતે લાવવામાં આવ્યા હતા.

એક દિવસ સારવારમાં રાખ્યા બાદ તેમનું મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મોત નિપજવા પામ્યું હતું કે ઉલ્લેખનીય છે કે અંગત અદાવતમાં આશરે છ મહિના પહેલા સમંદરખાન અને કેસર ખાન વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો પણ થયેલ હતો તેનો ખાર રાખી અને માલવણ હાઇવે ઉપર કાળા કલરની swift ગાડી લઇ આવેલ સમંદરખાન કાળુ ખાન દ્વારા રિવોલ્વર અને છરા વાળી બંદૂક થી કેસર ખાન ઉપર ફાયરિંગ કરવામાં આવ્યા હતા.

પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા છે તેવા અરસામાં છરા વાળી બંદૂક થી પણ ફાયરિંગ કરવામાં આવ્યા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. ત્યારે આ ફાયરીંગની ઘટનામાં કેસરખાન ને ગંભીર રીતે ઇજાઓ પહોંચવા પામી હતી અને સુરેન્દ્રનગર ખસેડતા સમયે જ તેમને શરીરમાંથી લોહી વહી જવા પામ્યું હતું તેને લઈને તેમને મેડિકલ કોલેજમાં તાત્કાલિક તેને સારવાર માટે રાખવામાં આવ્યા હતા અને તેમના શરીર માંથી છરા અને ગોળીઓ બહાર કાઢવાનો પોલીસ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

પરંતુ હાલત ગંભીર હોવાના પગલે મેડિકલ કોલેજમાં આઈ.સી યુ વિભાગમાં તેમને લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી ત્યારે રવિવારે સવારે ૯ વાગ્યાના અરસામાં કેસર ખાન ઉંમર આશરે ૩૬ વર્ષએ દમ તોડયો છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

આ મામલે પોલીસ તંત્ર અને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ લોકલ પોલીસે તપાસ કામગીરી હાથ ધરી અને ફાયરિંગ કરનાર સમંદરખાન ને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે પ્રાથમિક તપાસમાં અને આજુબાજુના સીસીટીવીમાં કેદ થયેલ ઘટનામાં બ્લેક સ્વીફ્ટ કારમાં આવેલ યુવક ફાયરિંગ કરી ફરાર બન્યો છે.

ત્યારે આ મામલે તાત્કાલિક પણે ઘટના સ્થળે લોકલ ક્રાઇમ બ્રાન્ચ,સ્થાનિક પોલીસ દોડી તપાસ હાથ ધરી છે. અને આગામી દિવસોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહીં તેવા પ્રયાસો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.

(12:27 pm IST)