Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

કોવિડ ન્યાય અંતર્ગત કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડાના આજથી કચ્છમાં બે દિ'ધામા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૩ : કચ્છ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યાનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ માન.અમીતભાઇ ચાવડા ૧૩/૯ તથા ૧૪/૯ ના કચ્છ જીલ્લાના પ્રવાસે પધારનાર છે. ૧૩/૯ ના તેઓ આ પ્રવાસ દ્વારા કોવીડ-૧૯ ન્યાય યાત્રા અંતર્ગત કોવીડમાં મૃત્યુ પામેલા હોય તેવા પરિવારની મુલાકાત લઇ સાંત્વના પાઠવશે. ત્યારબાદ જીલ્લા મથક ભુજ મધ્યે ૧૪/૯ ના ટાઉન હોલ મધ્યે જિલ્લા સંયોજક સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જીલ્લા, તાલુકા, શહેર સંયોજકોને માર્ગદર્શન આપશે. તથા પક્ષના આગામી કાર્યક્રમનું આયોજન હાથ ધરશે. આ પ્રવાસ-કાર્યક્રમ દરમ્યાન કચ્છ જીલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે. એવુ જીલ્લા પ્રવકતા દિપક ડાંગર દ્વારા જણાવાયું છે.

(12:30 pm IST)