Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ભારે વરસાદને પગલે રાજકોટ શહેર જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર

રાજમાર્ગો ઉપર પાણી ભરાતા શિક્ષકો-છાત્રોએ સ્વયંભુ બંધ પડયુ

રાજકોટ તા. ૧૩ :.. ગત રાત્રીથી રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદ પડયો છે. ભારે વરસાદને પગલે રાજમાર્ગો ઉપર પાણી ભરાયા છે. સવારથી જ વાદળો એકટસ અને ઘટાટોપ છવાતા સુરક્ષાની દ્રષ્ટીએ શાળા-કોલેજો બંધ રહ્યા છે.

રાજકોટમાં ભારે વરસાદને પગલે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કૈલાએ શાળાઓમાં રજા જાહેર કરીને શિક્ષકો અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઇને ભારે વરસાદને પગલે રજા જાહેર કરી છે.

જયારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ભવનોમાં પણ પાંખી હાજરી જોવા મળી છે. રાજકોટ શહેર જિલ્લાની કોલેજો પણ સ્વંયભુ વરસાદને કારણે બંધ રહી છે.

(12:33 pm IST)