Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ઉપલેટાનો મોજ ડેમ હાઉસફુલ - ર૦દરવાજા ૧૦ ફૂટ ખોલાયાઃ ઉપલેટા સહિત૮ ગામોના લોકોને હાઇ એલર્ટ જાહેર

રાજકોટ તા. ૧૩: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસેનો મોજ ડેમના ર૦ દરવાજા ૧૦ ફુટ ખોલવામાં આવ્યા છે. ડેમના નિચાણના વિસ્તારમાં આવેલા ઉપલેટા તાલુકાના મોજીરા, ગઢાવા,  કેરાળા, ખાખીજાળીયા, નવાપર, સેવંત્રા, ઉપલેટા અને વાડલા ગામોના નાગરિકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે. હાલમાં જળાશયની ભરપુર સપાટી ૭ર.પ૪ મીટર છે અને ડેમમાં ર૧,૧૭૦ કયુસેક પાણીની આવક છે. તેમ ફોકલ ઓફિસર અને અધિક્ષક ઇજનરે, રાજકોટ સિંચાઇ વર્તુળ (ફલડ સેલ) રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(12:34 pm IST)