Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

જામનગર જિલ્લામાં જલપ્રલય : સમાણા-૨૭, ધ્રાફા-૨૨, અલિયાબાડા-૧૯ અને વિજરખીમાં ૧૬ ઇંચ ખાબકયો

જામનગરથી કાલાવડ - રાજકોટ અને સમાણા રોડ બંધ થતા વાહન વ્યવહાર ઠપ્પ

જામનગર તા. ૧૩ : જામનગર જિલ્લામાં ગઇકાલ સાંજથી મેઘમહેર શરૂ થઇ છે અને આજે બપોરે પણ સર્વત્ર ધોધમાર વરસાદ વરસ્યો છે. જામનગર જિલ્લાના સમાણામાં સૌથી વધુ ૨૭ ઇંચ વરસાદ પડયો છે જ્યારે મોટી બાણુગારમાં ૨૨ ઇંચ અને ધ્રાફામાં પણ ૨૨ ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે અલીયાબાડામાં ૧૯ ઇંચ અને વિજરખીમાં ૧૬ ઇંચ વરસાદ પડયો છે.

જામનગર જિલ્લામાં સર્વત્ર વરસાદથી જળપ્રલય સર્જાયો હોય તેવો માહોલ છવાયો છે. જામનગરથી રાજકોટ અને કાલાવડ સહિતના અનેક રસ્તાઓ બંધ છે. આ ઉપરાંત સમાણાનો રોડ પણ બંધ થતા વાહન વ્યવહારને ભારે અસર થઇ હોવાનું અકિલા ફેસબુક લાઇવના શ્રોતા નયનભાઇ પુરોહિતે જણાવ્યું હતું.

જામનગરના પ્રતિનિધિ મુકુંદ બદિયાણીએ જણાવ્યું છે કે, જામનગરમાં સતત વરસાદ વરસતા કૃષિ મંત્રી આર.સી.ફળદુ અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને જામનગર જિલ્લાના કાલાવડના બાંગા અને જામનગર તાલુકાના વિવિધ વિસ્તારોમાં ફસાયેલા લોકોને રેસ્કયુ કરીને બચાવવા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

(1:39 pm IST)