Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

વેરાવળ સોમનાથ ટોકીઝ વિસ્તાર માં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાઃ રોગચાળાનો માટો ભય

કોંગ્રેસ નગર સેવક ઉપવાસ ઉપરઃ શહેર કોંગ્રેસ પ્રમુખ, વિરોધપક્ષના નેતા અજાણ

વેરાવળ, તા.૧૩: વેરાવળ સોમનાથ ટોકીઝ વિસ્તારમાં પ૦ થી વધારે સોસાયટીઓમાં ૪૦ હજાર થી વધારે નાગરીકો રહે છે તે વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સહીત પાયાની જે સુવિધા મળવી જોઈએ તે પણ મળતી ન હોય જેથી કોગ્રેસના વોર્ડ નં.પ ના એક નગર સેવક સોમવારે એક દિવસ ના પ્રતિક ઉપવાસ ઉપર નગરપાલિકા સામે છે પણ શહેર કોંગે્રસ પ્રમુખ તેમજ વિરોધ પક્ષના નેતાને જાણ થયેલ ન હોવાનું જણાવેલ હતું.

વેરાવળ નગરપાલિકા વોર્ડનં.પ ના નગરસેવક અફઝલ પંજા એ જણાવેલ હતું કે સોમનાથ ટોકીઝ વિસ્તાર ખુબજ મોટો છે પ૦ થી વધારે સોસાયટીઓ આવેલી છે ૪૦ હજારથી વધારે નાગરીકો રહે છે છેલ્લા કેટલાય વર્ષોથી વરસાદી પાણી ભરાવવાની સમસ્યા છે તેનો નિકાલ થતો નથી વરસાદ પડયા બાદ મહીનાઓ સુધી પાણીના તળાવ, ખાબોચીયાઓ ભરાયેલ રહે છે જેથી મોટો રોગચાળો ફેલાય છે ર૦૦થી વધારે સ્ટ્રીટ લાઈટ બંધ છે,કચરો લેવા કોઈ આવતું નથી ઠેર ઠેર ઉકરડાના ઢગલાઓ પડેલ છે આ વિસ્તારમાં સૌથી ઓછા સફાઈ કર્મચારીઓની સંખ્યા છે ગટરો બનવાના ટેન્ડરો પાસ થયેલ છે તેને એક વર્ષ વીતી ગયુેં છે તેમ છતા ગટરો માટે કામગીરી શરૂ કરાયેલ નથી નગરપાલિકાને વારંવાર રજુઆતો કરવા છતા કોઈ કામગીરી થતી નથી.

નગરપાલિકા પ્રમુખ પીયુષ ફોફંડી એ જણાવેલ હતું કે મને અરજી મળેલ નથી ચીફ ઓફીસર ને આપેલ હશે પણ વોર્ડ નં. પ અને ૬ માં બધુ બરાબર થાય છે કોઈ મતભેદ રખાતો નથી નગરપાલિકાનાગરીકોની કોઈપણ સમસ્યા હલ કરવા માટે તત્પર છે.

બન્ને વોર્ડ માં કોગ્રેસ ના આઠ નગરસેવકો વર્ષોથી ચુટાઈ ને આવેલ છે આટલી મોટી સમસ્યા હોય તેમ છતા ફકત એકજ નગર સેવક દ્રારા નગરપાલિકા સામે લડાઈ લડી રહેલ છે તે પણ આર્શ્ચય છેકારણકે શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ વિરોધ પક્ષ ના નેતા સાથે વાતચીત કરતા જણાવેલ હતું કે કાર્યલયમાં કોઈ જાણ કરાયેલ નથી ૧૩ નગરસેવકો ચુંટાયેલા હોવા છતા કોંગ્રેસ દ્રારા સાથી રહીને લડત થતી ન હોવાથી અનેક તર્કવિર્તકો થઈ રહેલ છે.

કોડીદ્રા ગામે જુગારનો દરોડોઃ ૭ની અટકાયત કરી

એલ.સી.બી બ્રાંન્ચે કોડીદ્રા ગામે જાહેર માં જુગાર રમતા નૈનેશ ઉર્ફે લાલો જીવાભાઈ ચાવડા,હરીભાઈ સોમાભાઈ વાણવી, પ્રવિણભાઈહમીરભાઈ પાતળ,ભાવેશભાઈ રામજીભાઈ ભુંભરીયા,મહેશભાઈ  ભગવાનભાઈ વાળા,અશ્વીનભાઈ ભાણજીભાઈ ચાવડાને રોકડા રૂ.૩૧,રર૦ તથા મોબાઈલ નંગ ૬ રૂ.૩૧૦૦૦ કુલ રૂ.૬ર,રર૦ સાથે અટકાયત કરેલ હતી.

રામપરા ગામે ચાર ઝડપાયા

પ્રભાસપાટણ તાબા ના રામપરા ગામે જાહેર જુગાર રમતા હોય તેવી બાતમી મળતા પ્રભાસપાટણ પોલીસે દરોડો પાડી રામભાઈ ગોવિંદભાઈ વાઢેર,દિનેશભાઈ ભગવાનભાઈ વાઢેર,ભીખાભાઈ ઉકાભાઈ વાઢેર,દિનેશભાઈ સમરણભાઈ ચુડાસમા ને રોકડા રૂ.રપ,પ૦૦ સાથે ઝડપી લીધેલ હતા.

(1:45 pm IST)