Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

વિસાવદરમાં અનરાધાર વરસાદ : સવારે ૪ કલાકમાં ૫ ઈંચ ખાબકયો : હજુયે ધોધમાર ચાલુ : મોસમનો કુલ ૩૩ ઈંચ વરસાદ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૩ : વિસાવદરમાં જબરો મેઘાવી માહોલ જામ્યો છે. મામલતદાર શ્રી બ્રહ્મભટ્ટનાં જણાવ્યા અનુસાર આજે સવારે ૬ થી ૧૦ સુધીમાં માત્ર ચાર કલાકમાં ૧૨૭ મીમી એટલે કે,પાંચ ઈંચ વરસાદ પડ્યો છે. મોસમનો કુલ-૮૧૪ મીમી વરસાદ નોંધાયો છે.

આ લખાય રહ્યુ છે ત્યારે પણ સતત અનરાધાર વરસાદ ચાલુ છે. વિસાવદર શહેર અને ગ્રામ્ય વિસ્તાર અને ગીર પંથકમાં પણ વરસાદનાં વાવડ છે.

સંપૂર્ણ ખેતી આધારિત વિસાવદર પંથકમાં અપુરતા વરસાદના પરિણામે પાક નિષ્ફળ જવાનો ભય,અબોલ જીવો માટે ઘાંસચારાનો પ્રશ્ન અને પાણીની ગંભીર સમસ્યા તોળાઇ રહ્યાના ચિંતાજનક સમયે જ મેઘરાજાએ અવિરત મહેર કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ લખાય રહ્યુ છે ત્યારે બપોરે ૧૧-૨૦ પણ અનરાધાર વરસાદ ચાલુ છે.

(1:47 pm IST)