Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

પોરબંદરમાં રોડ ઉપર ઠેર ઠેર ગાબડાઃ વરસાદ બાદ કાદવ-કીચડ તથા પાણી ભરાવવાનો પ્રશ્ન

જવાબદારો સામે પગલા લેવા રામદેવભાઇ મોઢવાડીયાની માગણી

રામદેવભાઇ મોઢવાડીયા કોંગ્રેસ અગ્રણી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૩ :.. શહેરનાં અણઘડ વિકાસને લીધે મોટાભાગના રોડ ઉપર ઠેરઠેર ગાબડા પડી ગયા છે. અને રોડ ઉપર ગાબડાંને કારણે કાદવ-કીચડ વધ્યા છે. કેટલીક જગ્યાએ વરસાદના પાણી ભરાયેલા રહી છે.

કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ નબળા રોડમાં ગાબડા અંગે જવાબદારો સામે પગલા લેવા માગણી કરી છે.

શહેરના એન. રોડ ખાદી ભવન, સુદામા ચોક પાસેનો વિસ્તાર, એસ.બી.પી. રોડ હરીશ ટોકીઝ પાસે વિસ્તાર, મદ્રેસા સ્કુલથી સુભાષનગર તરફ જતો રોડ વીરડી પ્લોટ ઠકકર પ્લોટ મેમણવાડાથી લાતી પ્લોટ જતા શેડમાં વરસાદ બાદ ગાબડા વધ્યા છે. કાદવ-કીચડ અને પાણી ભરાવાના કારણે પ્રજાજનો આવન-જાવનમાં મુશ્કેલી અનુભવી રહેલ છે. આ પ્રશ્ને જવાબદારો સામે પગલા નહી લેવાય તો જરૂર પડયે આંદોલન કરવા ચીમકી રામદેવભાઇ મોઢવાડીયાએ ઉચ્ચારી છે.

(1:51 pm IST)