Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

કેશોદના બામણસા ગામે જુગાર રમતા ૭ પતાપ્રેમીઓને ઝડપી લીધા

કેશોદ,તા. ૧૩: કેશોદ પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પીઆઇ એમ. બી. ચૌહાણની સુચના મુજબ એ.એસ.આઈ. એ પી મેવાડા, જયેશભાઈ શામળા, સુખદેવ સિંહ સિસોદિયા, માનસિંહભાઈ ભલગરીયા, રાજુભાઈ ચોચા પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં ત્યારે બામણાસા(ધેડ) ગામે લાઈટનાં અજવાળે કુંડાળું કરીને તીનપત્ત્।ીનો હાર જીતનો જુગાર રમતાં હોય જેમના તેમ બેસવાની કાર્યવાહી હાથ ધરી હતી. જાહેરમાં જુગાર રમતાં લખમણભાઇ ખીમાભાઇ નંદાણીયા રહે બામણાસા, રાજશીભાઇ માલદેભાઈ કરંગીયા રહે બામણાસા,અશ્રનિભાઈ લખમણભાઇ કરંગીયા રહે બામણાસા, જયેશભાઈ મેણસીભાઈ કછોટ રહે બામણાસા, અરજણભાઇ ખીમાભાઇ ભુવા રહે અગતરાય,પ્રતીકભાઈ રમેશભાઈ કરંગીયા રહે બામણાસા, હરેશભાઈ પરબતભાઈ જોટવા રહે બામણાસા ને ઝડપી પાડી રોકડ મુદામાલ રૂપિયા ૧૪૫૭૦/- કબજે કરી જુગાર ધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

(1:54 pm IST)