Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

મોરબી જીલ્લાની ૧૭ કોર્ટમાં લોકઅદાલત યોજાઇ : ૧,૮૧૦ કેસોમાંથી ૧,૬૪૨નો નિકાલ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૩: મોરબી જીલ્લા કાનૂની સેવા સત્ત્।ા મંડળ દ્વારા આજે પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ એ ડી ઓઝાના અધ્યક્ષસ્થાને મોરબી જીલ્લામાં આવેલ ૧૭ કોર્ટમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ રજુ થયેલ ૧૮૧૦ પૈકી ૧૬૪૨ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો તો પ્રી લીટીગેશન કેસોનો પણ સમાવેશ કરાયો હતો.

મોરબી જીલ્લા કાનૂની સેવા મંડળના ચેરમેન એ ડી ઓઝાના અધ્યક્ષસ્થાને લોક અદાલતનું આયોજન કરાયું હતું જેમાં મની રીકવરીના ૨૩૬૩ કેસો પૈકી ૫૨ નો નિકાલ કરીને ૨૭,૦૨,૭૨૬ તેમજ ઈલેકટ્રીસીટી અને વોટર બીલના ૧૫૦૩ કેસોમાંથી ૨૫૯ કેસોનો નિકાલ કરીને ૧૨,૫૧,૧૫૪ ની રકમ સેટલમેન્ટ કરવામાં આવી હતી.

તો ૭૯૬ પેન્ડીંગ કેસો પૈકી ૨૩૮ કેસોનો નિકાલ કરી ૩,૬૦,૯૮,૪૪૪ ની રકમ સેટલમેન્ટ કરવામાં આવી હતી જેમાં ક્રિમીનલ કમ્પાઉન્ડેબલ કેસોમાં ૧૭૭ પૈકી ૭, NI એકત કેસમાં ૨૪૩ પૈકી ૧૦૨, મની રીકવરી કેસમાં ૧૮૪ પૈકી ૪૩ અને મેટ્રીમોનીયલ ડીસપુટ કેસના ૬૪ માંથી ૪૧ કેસોનો જયારે અન્ય સિવિલ કેસો ૧૦૬ પૈકી ૪૫ કેસોનો નિવેડો લાવવામાં આવ્યો છે

તો પ્રોહીબીશનના ૪૨ પૈકી ૩૨ કેસો, બી.પી. એકટના ૩૨ પૈકી ૦૭ કેસો, આઈપીસીના ૪૫૦ પૈકી ૪૩૨ કેસો, એમવી એકટના ૪૯ પૈકી ૧૮ કેસો, પ્રોહીબીશન અને ગેમ્બલિંગના ૫૧ પૈકી ૨૯ કેસો, નેગોશીયેબ્લ ઇનસ્ત્રુમેન્ટના ૬૩ પૈકી ૬ કેસો, સ્ટોપ પ્રોસીડીંગના ૧૦૨૬ પૈકી ૧૦૨૪ કેસો મળીને કુલ ૧૮૧૦ માંથી ૧૬૪૨ કેસોનો નિવેડો લાવવામાં આવ્યો હતો.

(1:56 pm IST)