Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

મોરબીના જીવાપર અને રવાપરમાં ચાલતા જુગારધામ પર દરોડો : ૧૨ પતાપ્રેમી ઝડપાયા

મોરબી એલસીબીએ સાત અને એ ડીવીઝન પોલીસે છ ની ધરપકડ કરી : રૂ. ૪.૫૭ લાખની રોકડ કબ્જે

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૩: મોરબીના જીવાપર ગામના રહેણાંક મકાનમાં એલસીબી ટીમે જુગારધામ પર દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા છ પત્ત્।ાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે ૩.૩૦ લાખની રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જીવાપર (ચ) ગામમાં આરોપી દામજી નારણ પટેલના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા દામજીભાઈ નારણભાઈ પટેલ રહે જીવાપર, રમેશભાઈ વશરામભાઈ પટેલ રહે મોરબી રવાપર રોડ કેનાલ ચોકડી, ભરતભાઈ લવજીભાઈ પટેલ રહે મોરબી ૨ ઋષભનગર, જયંતીલાલ દયારામભાઈ પટેલ રહે મોરબી ૨ હાઉસિંગ બોર્ડ પાછળ સૂર્યકીર્તિનગર સોસાયટી, ભરતભાઈ લાલજીભાઈ પટેલ રહે જેતપર મચ્છુ તા. મોરબી, રાયમલભાઈ રમેશભાઈ કોળી રહે જીવાપર એમ છને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૩.૩૦ લાખ જપ્ત કરવામાં આવી છે.

જ્યારે રવાપર ગામે નીતિનપાર્કમાં રધુ હાઈટ્સ બ્લોક ૭૦૪ માં રહેતા સતીષભાઈ જયંતીભાઈ છત્રોલા બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે એ ડીવીઝન પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમતા સતીશભાઈ જયંતીભાઈ છત્રોલા, પ્રકાશભાઈ વાલજીભાઈ વરમોરા, અંકુરભાઇ મનહરભાઈ બાપોદરીયા, કિશોરભાઈ વાલજીભાઈ અધારા, મયંકભાઈ તળશીભાઈ કાવર, બ્રિજેશભાઈ જયસુખભાઈ સવાણી અને ધવલભાઈ ભગવાનજીભાઈ છત્રોલાને રોકડ રકમ રૂ.૧,૨૭,૦૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(1:56 pm IST)