Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ગોંડલ-જેતપુર અને શાપર-વેરાવળ પંથકમાં

જુગારના દરોડા : રર બાજીગરો પકડાયા

ગોંડલના સુલતાનપુરમાં ૯, જેતપુરના ડેડરવા ગામે ૭ અને શાપરમાં શેડમાં પતા ટીંચતા ૬ શખ્સે પકડાયા

જકોટ, તા. ૧૩ :  જીલ્લાના ગોંડલ, જેતપુર તાલુકા અને શાપર-વેરાવળમાં જુગારના ત્રણ દરોડામાં રર બાજીગરોને પોલીસે ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડોમાં ગોંડલના સુલતાનાપુર ગામે કોળીવાસમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા તાલુકાના પીએસઆઇ એમ.એ. પરમારના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. પુરણચંદ્ર સૈનિ સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા કેતન કિશોરભાઇ સોલંકી, રાજુ દિલીપભાઇ સોલંકી, મનોજ દિલીપભાઇ સોલંકી, રાકેશ દિલીપભાઇ સોલંકી, નરેન્દ્ર રમણીકભાઇ સોલંકી, અનિલ કિશોરભાઇ સોલંકી, જીગ્નેશ સુરેશભાઇ સોલંકી, વિશાલ સુરેશભાઇ સોલંકી તથા રમેશ છગનભાઇ સોલંકીને રોકડા રૂ. ૧૪૪૧૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવહી કરી હતી.

બીજા દરોડોમાં જેતપુરના ડેડરવા ગામે તાલુકાના પો. કો. ચેતનભાઇ ઠાકરો સહિતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા સુનીલ તેજાભાઇ મોરબીયા, મોહિત દેવરાજભાઇ મકવાણા, અશોક કાળુભાઇ મકવાણા, મહેશ કેશુભાઇ સરવૈયા, અમીત જગદીશભાઇ મકવાણા, નેમીશ કાનજીભાઇ મકવાણા તથા મનીષ ચીમનભાઇ કંડોળીયા રે. ડેડરવાને રોકડા રૂ. ૧૦ર૩૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

ત્રીજા દરોડોમાં શાપર-વેરાવળમાં વેરાવળમાં સાદુરી ટેકનોકાસ્ટ સામે શ્રીજી એસ્ટેટ જગદીશભાઇ ગાગજીભાઇ લાલકીયાની માલીકીના શેડમાં જુગાર રમાડાતો હોવાની બાતમી મળતા શાપર-વેરાવળમાં પી.એસ.આઇ. કુલદીપસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ પો. કો. યોગીરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા વાસુર ઉર્ફ ભોજાભાઇ કાનાભાઇ ભુવા, મહેશ દિનેશભાઇ પરમાર, પરમેશ્વર માતાદીન કુશવાહ, જીતેન્દ્ર શ્રીમાનસિંગ રાજપુત, શ્રવણકુમાર શ્રીરામકુમાર રાજપૂત તથા મદન દેવેન્દ્રસિંગ રાજપૂતને રોકડા રૂ. રપર૩૦ તથા મોબાઇલ નંગ-૪ મળી કુલ રૂ. ૪ર,૭૩૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પકડાયેલ શ્રવણકુમાર ઉકત શેડમાં જુગાર રમાડતો હોવાનું ખુલ્યું હતું. 

(2:03 pm IST)