Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ત્રંબા, વડાળી, કાળીપાટ, અણીયારા, ગઢકામાં ધોધમારઃ નદીઓ બે કાંઠે, સરધારમાં ઝાપટા!

સરધારમાં રાતે માત્ર દસ મિનીટનું ઝાપટું: સવારે અગિયાર વાગ્યે ધીમીધારે શરૂ થયો

ત્રંબાની નદીનું દ્રશ્ય

રાજકોટ તા. ૧૩: રાજકોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ત્રંબા, વડાળી, કાળીપાટ, અણીયારા, ગઢકામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. જો કે બીજી તરફ સરધારમાં માત્ર ઝાપટા વરસ્યાનું ત્રંબાથી જી. એન. જાદવે જણાવ્યું હતું. રાત્રે એક વાગ્યાથી આ તમામ ગામોમાં ભારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. સવારે પણ મેઘસવારી યથાવત રહી છે. ત્રંબામાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે. નદીઓ બે કાંઠે વહેવા માંડી છે. ત્રંબાથી પસાર થતી ત્રિવેણી નદી, બાંડીયો નદી અને ગલાલીયો નદી બે કાંઠે વહી રહી છે. આ ગામોમાં જાનહાનીના કે નુકસાનીના કોઇ વાવડ નથી. દરમિયાન સરધારથી ચેતનભાઇ પાણએ જણાવ્યું હતું કે સરધારમાં રાતે એકાદ વાગ્યે માત્ર દસેક મીનીટ ઝાપટુ વરસ્યું હતું. એ પછી વરસાદ બંધ થઇ ગયો હતો. આજે સવારે અગિયારેક વાગ્યે ફરીથી ધીમીધારે શરૂ થયો છે.

(3:26 pm IST)