Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

પોરબંદર જિલ્લાના ભાદર કાંઠાના ગામોમાં હાઇ એલર્ટ- તલાટીઓને હેડ કવાર્ટર ન છોડવા સુચના

ભાદર ૨ ડેમના દરવાજા ખોલવામાં આવતા લોકોને સાવચેત કરાયા :પ્રાંત અધિકારી, મામલતદાર અને તલાટીઓને જરૂરી કામગીરી કરવા કલેકટર અશોક શર્માની સૂચના

 પોરબંદર: ભાદર-૨ ડેમાં ઉપરવાસમાં ભારે વરસાદને લીધે પાણીની સતત આવક ચાલુ છે જેના પગલે ભાદર ડેમના દરવાજા ખોલવામાં આવતા તંત્ર દ્વારા અગાઉથી પોરબંદર જિલ્લાના ભાદર કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
પોરબંદરના કલેક્ટર અશોક શર્માએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા ના સંબંધિત અધિકારીઓ તેમજ સંબંધિત ગામોના કર્મચારી, પ્રાંત અધિકારી મામલતદારઓને પણ જરૂરી કામગીરી તેમજ લોકોને સાવચેત કરવા જણાવ્યું છે. સંબંધિત ગામોને તલાટીઓને હેડ કવાર્ટર ન છોડવા સુચના આપવામાં આવી છે.
  કુતિયાણા તાલુકાના રોઘડા, ચૌટા, થેપડા, માંડવા, કટવાણા, કુતિયાણા, પસવાડી, સેગરસ, ભોગસર, છત્રાવા જયારે પોરબંદર તાલુકાના  ગરેજ, ચીકાસા, નવીબંદર અને મીત્રાળા ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવેલ છે.

(6:46 pm IST)