Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ધોરાજીનો ભાદરડેમ-2 ઓવરફલો, 10 દરવાજા ખોલાયા :નિચાણવાળા વિસ્તારો ને તંત્ર વાહકો દ્વારા સલામત રહેવા માટે અપીલ કરાઈ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ભારતીય અતિભારે વરસાદ થતાં જેના ભાગરૂપે ધોરાજી પંથકના ખેડૂતોના જળ સંકટ દૂર થઈ ગયું છે
 ધોરાજી પાસે ના ભાદરડેમ-2 માં 50 ફૂટ પાણી ની આવક થતાં ઓવરફલો થતાં ડેમ ના 10 દરવાજા 10 ફૂટ ખોલાયા છે ધોરાજી નાયબ કલેક્ટર જી વી મીયાણી ,મામલતદાર કે ટી જોલાપરા એ ભાદર ડેમ-2 ના નીચાણવાળા વિસ્તારો માં આવતાં સૂપેડી, ભોળા , ડુમીયાણી, કુંઢેચ, ઢાંક, લાઠ, ભીમોરા, તલંગણા સહિતના ગામો ને એલર્ટ કરાયા છે લોકો ને સાવચેતી રાખવા તથા નદીના કાંઠાના વિસ્તાર અને આસપાસના ગામોને નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવા અપીલ કરાઈ

(7:12 pm IST)