Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

જામનગર જિલ્લામાં સાંજે 4 વાગ્યા સુધીના વરસાદની આંકડાકીય માહિતી

જામનગર જિલ્લા વહિવટી તંત્રના કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ તા.૧૩ના સવારના ૦૬:૦૦ કલાકથી સાંજના ૦૪:૦૦ કલાક સુધીમાં જામનગર તાલુકામાં ૧૦૧ મીમી, કાલાવડ તાલુકામાં ૩૪૮ મીમી, જામજોધપુર તાલુકામાં ૩૫ મીમી, ધ્રોલ તાલુકામાં ૭૭ મીમી, જોડિયા તાલુકામાં ૬૩ મીમી, લાલપુર તાલુકામાં ૧૭ મીમી વરસાદ નોંધાયો છે. સરેરાશ જામનગર જિલ્લામાં ૬૪૧ મીમી વરસાદ નોંધાયો છે.

(7:25 pm IST)