Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ઓખા-ભાવનગર સ્પેશ્યલ ટ્રેન 5 કલાક મોડી : ઓખાને બદલે રાજકોટથી ભાવનગર તરફ ડાયવર્ટ કરાઈ

હાવડા-પોરબંદર 11 સપ્ટેમ્બર ના રોજ હાવડાથી ઉપડતી ભકિતનગર, જેતલસર, વાંસજાળીયા, પોરબંદર રુટ દ્વારા ડાયવર્ટ

રાજકોટ માં આજે સવારે ભારે વરસાદ ના લીધે આલીયાબાડા, જામવંથલી વિભાગમાં પાણી ભરાવાના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. જેમાં ઓખા-મુંબઇ સ્પેશ્યલ ટ્રેન આજે પાંચ કલાક મોડી તેમજ ઓખા-ભાવનગર સ્પેશ્યલ ટ્રેન ઓખાને બદલે રાજકોટથી ભાવનગર તરફ ડાયવટૈ કરાઇ છે.ઓખાથી દોડતી મુંબઇ સેન્ટ્રલ મેલ સ્પેશિયલ 13મી સપ્યેમ્બર 2021 ના રોજ ફરીથી સુનિશ્ર્ચિત કરવામાં આવી છે. આ ટ્રેન ઓખાથી તેના નિર્ધારીત સમયે સવારે 11.05 વાગ્યેને બદલે 4.55 કલાકે મોડી એટલે કે સાંજે 16.00 વાગ્યે ઉપડશે

જયારે હાવડા-પોરબંદર 11 સપ્ટેમ્બર ના રોજ હાવડાથી ઉપડતી ભકિતનગર, જેતલસર, વાંસજાળીયા, પોરબંદર રુટ દ્વારા ડાયવર્ટ કરવામાં આવશે.બઇ સેન્ટ્રલ -ઓખા 1ર સપ્ટેમ્બર જામનગરથી રાજકોટ પરત લાવવામાં આવશે અને ભકિતનગર, જેતલસર, વાંસજાળીયા, કાનાલુસ, ઓખાના રુપાંતરિત રુટ પર રાજકોટથી ઓખા વચ્ચે ચલાવવામાં આવશે

10 સપ્ટેમ્બરના રોજ ઓખાથી ચાલતી ઓખા-અર્નાકુલમ સ્પેશિયલ જામનગરથી પરત લાવવામાં આવશે અને કાનાલુસ-વાંસજાળીયા, જેતલસર, ભકિતનગર, રાજકોટ થઇને ડાયવર્ટ કરવામાં આવશે.આજે ઓખા-ભાવનગર સ્પેશ્યિલ ઓખાને બદલે રાજકોટથી ભાવનગર તરફ ડાયવર્ટ કરવામાં આવશે. આમ આ ટ્રેન ઓખા-રાજકોટ વચ્ચે આંશિક રદ રહેશે.

રેલવે પ્રશાસન દ્વારા જામવંથલી અને રાજકોટ સ્ટેશનો પર મુસાફરોને ફુડ પેકેટ અને પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. રેલવે મુસાફરોને વિનંતી છે. કે ઉપરોકત ફેરફારોને ઘ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરુ કરો અને ખાસ ટ્રેનોના સંચાલન સંબંધીત નવીનતમ અપડેસ માટે www.enqulry-lndianrail.gov.inની મુલાકાત લો જેથી કોઇ અસુવિધા ન થાય.

(9:46 pm IST)