Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

હાપા-રાજકોટ સેકસન ઉપર અલિયાબાડા અને જામવણથલી વચ્ચે છ સ્થળોએ રેલવે ટ્રેક ધોવાઈ ગયા: ૧૦ ટ્રેનોને અસર

હાપા-રાજકોટ સેકસન ઉપર ભારે વરસાદને કારણે છ સ્થળોએ રેલવે ટ્રેક ધોવાઈ ગયા છે, જેના લીધે ૧૦ ટ્રેનો કાંતો રદ કરવી પડી અથવા ડાયવર્ટ કરવી પડી છે. અલિયાબાડા અને જામવણથલી વચ્ચે રેલવે ટ્રેક ઉપર ભારે માત્રામાં પાણી ફરી વળતા ટ્રેકને નુકસાન થયું હતું.  રેલ્વે સત્તાધીશોએ કહ્યું હતું કે ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક નીચેની માટી ધોવાઇ ગઇ હતી. છ ટ્રેક ઉપર ૨૦૦ મીટર રેલવે ટ્રેક આ રીતે ધોવાઇ ગયો હતો.

(9:47 pm IST)