Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ટંકારાના ગણેશપર અને હળવદના સુંદરી ભવાની ગામે આકાશી વીજળી ત્રાટકી

સુંદરી ભવાની ગામે બાવળના ઝાડ ઉપર વીજળી પડતા વૃક્ષ બળી ગયું : શક્તિનગર ગામે વીજ પોલ ઉપર પણ વીજળી પડી

હળવદ : મોરબી જિલ્લામાં મેઘમહેરની સાથે આકાશી વીજળી કહેર વરસાવી રહી છે ત્યારે આજે ટંકારાના ગણેશપર અને હળવદના સુંદરીભવાની અને શક્તિનગરમાં આકાશી વીજળી ત્રાટકવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારથી મેઘાવી માહોલ વચ્ચે બપોર બાદ ટંકારા તાલુકાના ગણેશપર ગામે ભાગિયા પરીવારના મંદિર ઉપર વીજડી પડી હતી. જો કે, આ ઘટનામાં જાન માલ ને નુકસાન થયું ન હતું.

હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે બાવળના ઝાડ ઉપર વીજળી પડતા વૃક્ષ બળીને જવા પામ્યું હતું અને વૃક્ષની છાલ ઉતરી જવા પામી હતી. આ ઉપરાંત શક્તિનગર ગામે વીજ પોલ ઉપર પણ વીજળી ત્રાટકી હતી. સદનસીબે હળવદ તાલુકામાં પણ આકાશી વીજળી પડવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

(9:55 pm IST)