Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

હાર્દિક પટેલની જૂનાગઢમાં પ્રવેશબંધી કરવા વિશ્વ હિન્દૂ પરિષદની માંગ: આવેદન પાઠવ્યું

રામ મંદિર મુદ્દે વિવાસ્પદ ટિપ્પણી વી,હી,પ,ના કાર્યકરોએ સુત્રોચાર કર્યા

જૂનાગઢ : કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ દ્વારા  રામ મંદિર મુદ્દે વિવાસ્પદ ટિપ્પણી મામલે જુનાગઢના વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું અને હાર્દિક પટેલની જૂનાગઢમાં પ્રવેશબંધી કરવા  માંગ કરી છે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે ભેગા થઈ ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.

જુનાગઢમાં હાર્દિક પટેલના વિવાસ્પદ નિવેદનના કારણે વિશ્વ હિન્દુ પરિષદમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે જુનાગઢ કલેક્ટરને આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે, હાલ જ હાર્દિક પટેલ દ્વારા રામ મંદિર બાબતે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. તેને વિશ્વ હિન્દુ પરિષદ સખત શબ્દોમાં વખોડે છે. જે રામના નથી તે સનાતન ધર્મના નથી, રાજકીય મંચ પરથી ભગવાન રામ મંદિર વિશે કરેલી ટિપ્પણી અતિ નીચલા સ્તરની હતી.

ચોરે કોઈ ઝાલર વગડવા નથી જતું ને રામ મંદિરના દર્શને કોણ જશે તેવા વિવાદાસ્પદ હાર્દિક પટેલના વિધાન સામે જૂનાગઢ વિશ્વ હિન્દૂ પરિષદની ટીમ આક્રોશ વ્યક્ત કરે છે. જ્યાં સુધી કરોડો હિંદુઓની માફી નહીં માંગે ત્યાં સુધી જૂનાગઢમાં પ્રવેશબંધીની માંગ સમગ્ર હિન્દુ સમાજ તરફથી કરવામાં આવે છે. હાર્દિક પટેલ જ્યારે પણ જુનાગઢમાં પ્રવેશે ત્યારે ઉપરકોટ પાસે આવેલ પૌરાણિક રામજી મંદિર પર દર્શન કરવા જાય અને ત્યાં માથું ટેકવી કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી માટે માફી માંગે તેવી અમારી માગ છે.

(11:12 pm IST)